Gujarati News

Gujarati News

News of Thursday, 23rd November 2017


પતિથી આ ૬ વાત હંમેશા છૂપાવીને રાખે છે પત્ની

નવી દિલ્હી તા. ૨૩ : સ્ત્રીને કુદરતની સૌથી જટિલ રચનાઓમાંની એક માનવામાં આવે છે. સ્ત્રીઓ પાસે એક જ સમયે એક સાથે ૧૦ વિષયો અંગે વિચાર કરવાની અદભૂત શકિત રહેલી હોય છે. તે પોતાની ફીલીંગ્સ નથી દર્શાવી શકતી પરંતુ તે ઈચ્છે છે કે કશું કહ્યા વિના પુરૂષ તેને સમજી લે. તે પોતાના પાર્ટનર પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે પરંતુ તેને કયારેય તેના વિષે નથી કહેતી.

એવું માનવામાં આવે છે કે પતિ-પત્નીએ એકબીજાથી કોઈપણ વાત છૂપાવવી ન જોઈએ. પરંતુ એવી ૬ વાતો છે જે પત્ની તેના પતિને કયારેય નથી જણાવતી. આ સિક્રેટ તેની બહેનપણીઓને ખબર હોય છે પરંતુ તે પતિથી આ વાત છુપાવીને રાખે છે. ચાલો જાણીએ આ છ વાત કઈ છે.

પત્ની કયારેય પોતાના પતિને એ નથી કહેતી કે તેને એ ખાસ પળો અંગે કેવુ મહેસુસ થયુ. તે પતિને ખુલીને પોતાની લાગણી નથી જતાવી શકતી. જો કે તેની બહેનપણીઓ આ બધી જ સિક્રેટ્સ જાણે છે.

ગર્લે ભલે તેના પ્રથમ પ્રેમ સાથે સંપર્ક તોડી નાંખ્યો હોય પરંતુ તેની સાથે વીતાવેલી ક્ષણોને અને પોતાના પ્રથમ પ્રેમના અહેસાસને સ્ત્રીઓ કયારેય ભૂલી નથી શકતી. આ વાત તેના પતિ સુધી કયારેય નથી પહોંચતી.

દરેક સ્ત્રીના જીવનની એવી કેટલીક વાત હોય છે જે તે તેની બેસ્ટ ફ્રેન્ડ સાથે શેર કરે છે પણ પતિ સાથે શેર કરવાનું યોગ્ય નથી સમજતી. આ વાત અંગે તેના પતિને કયારેય જાણ નથી થતી.

એવું માનવામાં આવે છે કે સ્ત્રીઓને દલીલ કરવામાં આનંદ આવે છે પરંતુ સચ્ચાઈ એ છે કે સ્ત્રી દાંપત્યજીવનમાં કોઈપણ પ્રકારનો તણાવ સહન નથી કરી શકતી. જો તેના અને પતિ વચ્ચે કોઈ વાતને લઈને દલીલ થાય તો તે ભલે પતિની વાત સાથે સહમત ન થતી હોય તો પણ શાંતિ જાળવવા માટે પતિની હા માં હા પૂરાવી દે છે.

સ્ત્રીને કોઈ સમસ્યા કે બીમારી હોય તો તે પોતાના પતિને કયારેય પોતાની સ્થિતિ અંગે સાચુ નથી જણાતી. આવુ એટલા માટે કારણ કે તે તેના પતિને પરેશાન કરવા નથી માંગતી.

બચત કરવી દરેક સ્ત્રીની આદત હોય છે. ઘરના પૈસામાંથી તે થોડા-ઘણા બચાવીને રાખે જ છે. પરંતુ તેની પાસે કેટલી રકમ છે તે વાત તેના પતિને કયારેય ખબર નથી પડતી.

(12:42 pm IST)