Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

હવે ચીન ટેકનોલોજી બાબતે અમેરિકાને ટક્કર આપશે : માતબર બજેટ પણ ફાળવ્યું

અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીના અહેવાલમાં દાવો:અમેરિકા અત્યારે અવ્વલ છે, એમાં ચીન જગ્યા બનાવીને સુપરપાવર બનવાની ફિરાકમાં

અમેરિકન ગુપ્તચર એજન્સીએ ચેતવણી આપી છે કે ચીન ૨૦૨૫ સુધીમાં ટેકનોલોજી બાબતે અમેરિકાને ટક્કર આપશે. ચીને એ માટે રણનીતિ ઘડી કાઢી છે અને માતબર બજેટ પણ ફાળવ્યું છે. જેમાં અત્યારે અમેરિકન કંપનીઓની મોનોપોલી છે એ બધા જ ક્ષેત્રોમાં ભાગ પડાવવા ચીન પેરવી કરે છે.

અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સીના અહેવાલમાં દાવો કરાયો હતો કે જે ક્ષેત્રમાં અમેરિકા અત્યારે અવ્વલ છે, એમાં ચીન જગ્યા બનાવીને સુપરપાવર બનવાની ફિરાકમાં છે. એવું જ એક ક્ષેત્ર છે - ટેકનોલોજી. ચીને ટેકનોલોજીમાં અમેરિકાને ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી છે અને એના માટે માતબર બજેટ ફાળવ્યું છે.
હેલ્થકેર સહિતના ક્ષેત્રમાં ચીન કાઠું કાઢી રહ્યું છે. રોબોટિક્સ, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ, બાયો-ટેકનોલોજી, ક્વાન્ટમ કમ્યુટિંગ જેવા ક્ષેત્રોમાં અમેરિકાને પાછળ રાખવા માટે ચીન અમેરિકન કંપનીઓની નકલ કરે છે. ચીની કંપનીઓએ આ માર્કેટને સર કરવા માટે ૨૦૨૫નું લક્ષ્‍ય બનાવ્યું છે.
ઈન્ટેલિજન્સ એજન્સીએ અમેરિકાના સરકારી અધિકારીઓ, બિઝનેસ એક્ઝિક્યુટિવ્ઝ, શિક્ષણવિદ્યોને સલાહ આપી છે કે માત્ર ચીની કંપનીઓનું રોકાણ અટકાવવું પૂરતું નથી. ચીન અમેરિકન એજન્સીઓને ટાર્ગેટ કરીને તેમની બૌદ્ધિક સંપદા ચોરાવી શકે છે અને તેની કોપી કરીને આગળ જતાં અમેરિકાને ટક્કર આપી શકે. એ બાબતે ખૂબ જ ગંભીરતાથી પગલાં ભરવા જોઈએ.

(12:32 am IST)