Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભાજપ ઉમેદવારના ભાઇના ઘરમાંથી ૨૦ કિલો સોનું મળ્યું

ભાજપ હાર ભાળી ગયો હોય ખળભળી ઉઠેલ છેઃ તો પણ ભાજપ કાર્યાલય ઉપર માત્ર આવકવેરાની નોટીસ દરોડા કેમ નહિ : શકિતસિંહજી

પટણાઃ બિહાર કોંગ્રેસના પ્રભારી અને એઆઇસીસીના સભ્ય, પ્રવકતા શ્રી શકિતસિંહ ગોહીલે ટવીટ કરી કહ્યું છે કે ૨૨ કિલો જેવુ સોનુ ભાજપના ઉમેદવારના ઘરમાંથી મળે છે. ભાજપ કાર્યાલય ઉપર આવકવેરાની નોટીસ માત્ર આવે છે. ઇડીની રેડ શા માટે નહિ ? જયારે કોંગ્રેસ કાર્યાલય અથવા તેના કમ્પાઉન્ડમાંથી કોઇ રકમ મળી નથી, પરંતુ બહાર ઉભેલી મોટરમાંથી પૈસા મળવા અંગે આવકવેરાની નોટીસ અને ઇડીની રેડ પડે છે, એ જ દેખાડે છે કે પરાજયના ડરથી ભાજપ ખળખળી ગયેલ નજરે પડે છે.

(3:23 pm IST)