Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આ ૬ વસ્તુઓની સપાટી પર કોરોના સંક્રમણનો ડર સૌથી વધારે

રાજકોટ : ઘર હોય કે ઓફિસ કે રોડ રસ્તા, કોઇ પણ વ્યકિત કોરોના વાયરસથી સુરક્ષિત નથી. એક નવી સ્ટડીમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી ફેલાય છે. આ સ્ટડી ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કઇ જગ્યાઓ વધારે જોખમી છે.કોરોના ફેલાવાની આ જગ્યાઓ વિન્ડો સીટને સૌથી વધારે જોખમી ફોનની સ્ક્રિન પર વાયરસ ચોંટે છે.

પબ્લિક ટ્રાન્સપોર્ટ

મેટ્રો અને બસ જેવી પબ્લિક ટ્રાન્સપોર્ટની સેવાઓ શરૂ થઇ ગઇ છે. ત્યારે વિન્ડો સીટને સૌથી વધારે જોખમી માનવામાં આવી છે. કાચ કે સ્ટીલ જેવી વસ્તુઓમાં વાયરસ જલ્દી ચોંટી જાય છે. માટે હવે તમે બસમાં ટ્રાવેલ કરો છો તો આ પ્રકારની વસ્તુઓને અડવાથી બચો.

ચલણી નોટ

સ્ટડી અનુસાર કોરોના વાયરસ ૨૦ ડિગ્રી તાપમાનમાં ૨૮ દિવસ સુધી નોટ પર રહી શકે છે. માટે પૈસા એક બીજાને આપવાથી પણ કોરોના વાયરસ જલ્દી ફેલાય છે. માટે તમે ઓનલાઇન ટ્રાન્સફર કરો.

 ફોનની સ્ક્રિન

ફોન આપણા જીવનનો એક હિસ્સો બની ગયો છે. દ્યણા લોકો વાઙ્ખશરૂમમાં પણ ફોન લઇને જાય છે.

ફોનની સ્ક્રિન પર વાયરસ આસાનીથી ચિપકી જાય છે. સમયાંતરે તેને સેનેટાઇઝ કરતા રહો.

 હોસ્પિટલનો વેઇટિંગ રૂમ

હોસ્પિટલમાં આમ તો સાફ સફાઇનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે પરંતુ વેઇટિંગ રૂમમાં સંક્રમણની સંભાવનાઓ વધારે રહે છે.

ATM  ની સ્ક્રીન અને બટન

ATMના બટન ને સ્ક્રીન પર કિટાણુ આરામથી આવી શકે છે. પૈસા કાઢ્યા બાદ સેનીટાઇઝરથી હાથ સાફ કરી લો અને બને તો ઓનલાઇન ટ્રાંડેકશન કરો.

સ્ટેલનેસ સ્ટીલ

સ્ટડી અનુસાર વધારે હીટ પર વાઇરસ નથી ટકતુ પરંતુ સ્ટેલનેસ સ્ટીલ પર આરામથી કલાકો સુધી રહી શકે છે. માટે કીચનને વ્યવસ્થિત સાફ કરો.

(3:13 pm IST)