Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઉબડ ખાબડ રસ્તા પર પણ છોડી શકશે વ્હીલચેર

આઇ.આઇ.ટી મદ્રાસે તૈયાર કરેલ વ્હીલચેર એકચાર્જીગમાં ૩૦ કીમી ચાલશે

ચેન્નાઇ,તા. ૨૩: આઇ.આઇ.ટી મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બુઝુર્ગો અને દિવ્યાંગો માટે ખાસ વ્હીલચેર બનાવી છે. આ વ્હીલચેર ઉબડ -ખાબડ અને કાચા રસ્તાઓ પર પણ સરળતાથી દોડી શકશે. બેટરી ચાલિત આ વ્હીલચેર એક વાર ચાર્જ કર્યા પછી ૩૦ કિમીની મુસાફરી કરશે. અને ૨૫ કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડી શકશે. નીયો બોલ્ટ નામની આ વ્હીલચેર બનીને તૈયાર થઇ ગઇ છે. અને ટુંક સમયમાં બજારમાં આવશે.

તેની ખાસીયત એ છે કે એની સાથે ટુલ કિટ અને અન્ય સ્પેર પાર્ટસ પણ હશે. જેથી રસ્તામાં બગડે તો તેને તરત રીપેર કરી શકાય. આ વ્હીલચેરની વિશેષતા એ છે કે એનો ઉપયોગ કરનારની જરૂરિયાત અનુસાર હશે.

ભારતમાં મોટા ભાગે વ્હીલ દાનમાં વધારે અપાતી હોય છે. એટલે વ્હીલચરે ખરાબ થાય એટલે મોટા ભાગે ભંગારમાં આપી દેવાય છે. દાનમાં અપાતી હોવાથી તેની ગુણવતા પર ધ્યાન નથી. અપાતુ પણ નીયોબોલ્ટ બેટરી ચાલિત વ્હીલચેરમાં ગુણવતાનું ખાસ ધ્યાન રખાયું છે. આઇઆઇટી મદ્રાસના ભૂતપૂર્વ વિદ્યાર્થી સિધ્ધાર્થ ડાગાએ કહ્યું કે આ વ્હીલચેરની દેશ વિદેશમાંથી ડીમાન્ડ આવી રહી છે અને તેનુ મેઇન્ટેનન્સ પણ સહેલુ છે.

(3:11 pm IST)