Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

આસામના કલાકારે બનાવી ૩૦,૦૦૦ કેપ્સ્યૂલને સિરિન્જમાંથી મા દુર્ગાની મૂર્તિ

સંજીબ બાસકે ૩૦,૦૦૦ કરતાં વધુ એકસપાયર્ડ સિરિન્જ અને કેપ્સ્યૂલનો ઉપયોગ કરીને લગભગ એક મહિનાની જહેમત બાદ આ મૂર્તિ તૈયાર કરી છે

કોલકત્તા,તા.૨૩ :છેલ્લાં કેટલાંક વર્ષોથી થીમ આધારિત પંડાલ દુર્ગાપૂજાનો એક મહત્ત્વનો હિસ્સો બની ગયો છે. આ વર્ષે મોટા ભાગના પંડાલમાં કોરોના વાઇરસની થીમ પર આધારિત ડેકોરેશન થયું છે. જોકે આસામના ધુબરી ગામના એક આર્ટિસ્ટ સંજીબ બાસકે મેડિકલ વેસ્ટનો ઉપયોગ કરીને દુર્ગામાતાની મૂર્તિ તૈયાર કરી છે. સંજીબ બાસકે ૩૦,૦૦૦ કરતાં વધુ એકસપાયર્ડ સિરિન્જ અને કઙ્ખપ્સ્યૂલનો ઉપયોગ કરીને લગભગ એક મહિનાની જહેમત બાદ આ મૂર્તિ તૈયાર કરી છે. આ અગાઉ સંજીબ બાસકે માચીસની સળી અને વાયરનો ઉપયોગ કરીને દુર્ગામાની મૂર્તિ તૈયાર કરી હતી.

 સામાન્ય રીતે એકસપાયર્ડ થયેલી દવાઓ દુકાનદારો કંપનીને પાછી મોકલતા હોય છે, પરંતુ લોકડાઉનને લીધે એ શકય ન હોવાથી ઘણા મેડિકલ સ્ટોર્સ એકસપાયર્ડ દવાઓ ફેંકી દેતા હોવાનું ધુબરીમાં ડિઝેસ્ટર મેનેજમેન્ટ વિભાગમાં કામ કરતાં સંજીબ બાસકના ધ્યાનમાં આવ્યું હતું. આ વેસ્ટનો ઉપયોગ કરીને તેણે માતાની મૂર્તિ તૈયાર કરવાનું વિચાર્યું હતું.

૨૦૧૯માં તેણે ૧૬૬ કિલો ઇલેકિટ્રક વેસ્ટનો ઉપયોગ કરીને માતાજીની મૂર્તિ તૈયાર કરીને આસામ બુક ફોર રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું હતું.

(12:55 pm IST)