Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઉલટતપાસ કરવા માટે સાક્ષીઓને ફરીથી બોલાવો : સાક્ષીઓની ઉલટતપાસ કરવાનો આરોપીનો મૂળભૂત હક્ક છે તેમાં બાંધછોડ કરી શકાય નહીં : પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે એડિશનલ જજના ચુકાદાને ફેરવ્યો

પંજાબ : અમુક સાક્ષીઓની ઉલટતપાસ કરવા દેવાની મંજૂરી નહીં આપતા એડીશ્નલ સેશન જજના ચુકાદાને પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટે ફેરવ્યો છે.તથા જણાવ્યું છે કે આરોપીના આ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરી શકાય નહીં.
 આ બાબતને ધ્યાને લઇ ઉલટતપાસ માટે સાક્ષીઓને  ફરીથી બોલાવવાનો નામદાર કોર્ટએ  આદેશ આપ્યો છે.
ફેબ્રુઆરી માસમાં પ્રિવેંશન ઓફ કરપશન એક્ટ હેઠળ  બે આરોપીઓ ઉપર ઇન્ડિયન પીનલ કોડ મુજબ લગાવાયેલા આરોપ બાબતે  દાખલ કરાયેલી રીવીઝન પિટિશન અનુસંધાને નામદાર ન્યાયધીશ સંજય કુમારની ખંડપીઠે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
2014 ની સાલમાં રાજ્યસરકારે રજુ કરેલા રેકોર્ડ્સ સાથે આરોપીને સાક્ષીઓની ઉલટતપાસ કરવાની મંજૂરી માટે  2016 ની સાલમાં ઇન્કાર કરાયો હતો.આથી આરોપીએ હાઇકોર્ટમાં અરજ કરી હતી.જેના અનુસંધાને નામદાર કોર્ટ દ્વારા એડિશનલ જજશ્રીએ 2014 ની સાલના કોર્ટના ચુકાદાની અવગણના કરી તે બદલ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.તથા જણાવ્યું હતું કે આરોપીના મૂળભૂત અધિકારનો ભંગ થયો જણાય છે.આથી નામદાર કોર્ટે ઉલટતપાસ માટે સાક્ષીઓને ફરીથી બોલાવવા  ટ્રાયલ જ્જને આદેશ કર્યો હતો તેવું બી એન્ડ બી દ્વારા જાણવા મળે છે.

(12:12 pm IST)