Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મજુરના દિકરાએ મેડીકલમાં એડમીશન મેળવવા 'નીટ' માં સફળતા મેળવી

આદિવાસી વિસ્તારના યુવાનને એસએસસીમાં ૮૫ ટકા આવ્યા હતા

મુંબઇઃ તા.૨૩, હજુ બે વર્ષ પહેલાની જ વાત છે. કોઇએ શાંતિયાલ શાલીગ્રામ કાસ્ડેકરને નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રંસ ટેસ્ટ (નીટ) માટે તૈયારી કરવાનું સુચવ્યુ ત્યારે ૧૯ વર્ષના યુવાનને એ માટે શું કરવાનું એની ગતાગમ નહોતી. એ જ યુવાન કાસ્ડેકર આ સપ્તાહના આરંભે રાષ્ટ્રીય પ્રવેશ પરીક્ષા (નીટ)ના પરીણામો જાહેર થયા ત્યારે ૭૨૦માંથી ૪૨૭ માર્કસ મેળવીને પોતાની ધારણા કરતા પણ સારો દેખાવ કર્યો હતો. નોંધવા જેવી વાત એ છે કે આ દિવાસી યુવાનનો પિતા એક સરાફને ત્યાં એક વેઠીયા મજુર તરીકે કામ કરતો હતો.

વિદર્ભના અંતરાળ આદિવાસી વિસ્તાર મેળઘાટમાં વસતા કાસ્ડેકર કુટુંબમાં એચએસસી પરીક્ષા પાસ કરનાર શાંતિયાલ પહેલી વ્યકતી હતી.

હવે એ મેડીકલ કોલેજમાં તબીબી અભ્યાસ કરવા જશે. ગરીબ ખેત મજુરોના પરિવારનો આ નબીરો દસમા ધોરણની પરીક્ષા પાસ કરવાનો શ્રેય પોતાને ઇન્ટીગ્રેટેડ ટ્રાઇબલ ડેવલપમેન્ટ પ્રોજેકટ (આઇટીડીપી) હેઠળ મળેલી વિશેષ તાલીમને આપે છે.

'મારા મા-બાપ બીજાની માલીકીના ખેતરમાં મજુર તરીકે કામ કરે છે અને મારા બંને મોટા ભાઇઓ સ્કુલમાંથી જ ભણવાનું છોડી દઇ છુટક મજુરી કરે છે. મા-બાપે મને ભણવાનું ચાલુ રાખવા સતત પ્રોત્સાહન આપ્યુ હતુ. તેઓ મને હૈયા ધારણ આપતા કે તને કોઇ મુશ્કેલી નહિ નડે, એમ કાસ્ડેકર કહે છે મુંબઇના એક અંગ્રેજી દૈનિકમાં પ્રગટ થયેલા અહેવાલમાં જણાવ્યા મુજબ અમરાવતી જીલ્લાના ટેમ્બલી ગામમાં રાજયસરકાર દ્વારા આદીવાસી વિદ્યાર્થીઓ માટે ચલાવાતી બોર્ડીંગ સ્કુલના વિદ્યાર્થી કાસ્ડેકરને દસમાં ધોરણની પરીક્ષામાં ૮૫ ટકા માર્કસ મળ્યા ત્યારે સત્તાવાળાઓનું ધ્યાન એના તરફ દોરાયુ હતુ.

(11:35 am IST)