Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

હવે પીવીસી કાર્ડ બનાવવું ફરજીયાત નથી :UIDAI

આધારકાર્ડ માટે બધા ફોર્મેટ માન્ય

નવી દિલ્હી,તા.૨૨ : આધાર કાર્ડ ઈશ્યુ કરનાર અને તે સંબંધિત સર્વિસ આપનારી ઓથોરિટી ઉડઈ (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડના તમામ ફોર્મેટ માન્ય ગણાશે. ઉડઈ અનુસાર, સામાન્ય આધાર કાર્ડ અથવા પીવીસી આધાર કાર્ડ માન્ય ગણાશે. નાગરિકોએ આધાર કાર્ડના એક ફોર્મેટને બીજામાં બદલવાની અનિવાર્યપણે રૂરિયાત નથી.હાલ આધાર લેટર, -આધાર અને પીવીસી એમ ત્રણ પ્રકારના આધાર કાર્ડના ફોર્મેટ છે. પીવીસી કાર્ડને તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઉડઈ અનુસાર, આધાર કાર્ડના ત્રણેય ફોર્મેટ માન્ય ગણાશે. નાગરિકો તેમની સુવિધા પ્રમાણે ફોર્મેટની પસંદગી કરી શકશે. તેથી કોઈ અફવા પર ધ્યાન આપો કે પીવીસી કાર્ડ અન્ય ફોર્મેટના આધાર કાર્ડ કરતાં વધારે વેલિડ છે અથવા હવે -આધાર માન્ય નહિ ગણાય.ઉડઈએ તાજેતરમાં પીવીસી (પોલિવિનાઈલ ક્લોરાઈડ કાર્ડ) પર રીપ્રિન્ટ કરાવાની સુવિધા રૂ કરી. તે કાર્ડ એટીએમ અથવા ડેબિટ કાર્ડની જેમ સરળતાથી તમારા પોકેટમાં સમાઈ જશે. તે જલ્દી ખરાબ પણ નહિ થાય. કાર્ડ બનાવવા માટે ૫૦ રૂપિયા ચૂકવવા પડશે.

*          ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી કુબ રોમાંચક બની શકે છે

કઈ રીતે મેળવશો પીવીસી કાર્ડ

*          સૌ પ્રથમ https://uidai.gov.in fu https://resident.uidai.gov.in પર વિઝિટ કરો.

*          ‘Order Aadhaar Card` સર્વિસ પર ક્લિક કરો.

*          તમારો ૧૦ અંકવાળો આધાર નંબર (યુઆઈડી) કે ૧૬ અંકવાળો વર્ચ્યુઅલ આઈડેન્ટિફિકેશન નંબર (વીઆઈડી) કે ૨૮ નંબરવાળો એનરોલમેન્ટ આઈડી સબમિટ કરો.

*          સિક્યોરિટી કોડ અથવા કેપ્ચા કોડ નોંધો.

*          ઓટીપી મેળવવા માટે રજિસ્ટર્ડ નંબરનો ઓપ્શન સિલેક્ટ કરો. જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો ઓપ્શનલ નંબર અવેલેબલ હોય તો તે સબમિટ કરો.

*          ‘Send OTP` પર ક્લિક કરો.

*          ‘Terms and Conditions` મંજૂર થયા પછી ટિક કરો. (નોટઃ હાઈપરલિંક પર ક્લિક કરો અને ડિટેલ્સ જુઓ)

*          'ઓટીપીલ્લ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કર્યા પછી સબમિટ પર ક્લિક કરો.

*          પછી મેક પેમેન્ટલ્લ પર ક્લિક કરવાની સાથે તમે પેમેન્ટ ગેટવે પર પહોંચી જશો, ત્યાં તમને ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેક્નિંગ અને યુપીઆઈના ઓપ્શન મળશે.

*          પેમેન્ટ સફળ થતા રિસિપ્ટ મળશે, તેની પર ડિજિટલ સિગ્નેચર હશે. SMS પર સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે. તમે નંબરની મદદથી કાર્ડ ડિલિવર થયા સુધીની પ્રોસેસ ટ્રેક કરી શકશો.ડિસેમ્બર ૨૦૧૯માં ઉડઈ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ અનુસાર, દેશમાં રહેનારા ૧૨૫ કરોડ નાગરિકોએ આધાર કાર્ડ બનાવ્યા છે. દેશમાં આધાર પ્રોજેક્ટને ૨૦૧૦માં લાગુ કરવામાં આવ્યો હતો.

(12:00 am IST)