Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

વકીલો , તથા કોર્ટ ક્લાર્કસ મુંબઈમાં શરૂ કરાયેલી સ્પેશિઅલ લોકલ ટ્રેનનો ઉપયોગ કરી શકશે : 23 નવેમ્બર સુધી પ્રાયોગિક ધોરણે અમલ કરવા રાજ્ય સરકારનો આદેશ

મુંબઈ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં વકીલોની સેવા આવશ્યક સેવાઓમાં ગણાવી જોઈએ તેવી  મુંબઈ હાઇકોર્ટમાં કરાયેલી અરજીના અનુસંધાને નામદાર કોર્ટના આદેશને ધ્યાને લઇ રાજ્ય સરકારે હાઇકોર્ટના વકીલો તથા કોર્ટ ક્લાર્કસ મુંબઈમાં શરૂ કરાયેલી સ્પેશિઅલ  લોકલ ટ્રેનનો ઉપયોગ કરી શકશે તેવો આદેશ કર્યો છે.  જે પ્રાયોગિક ધોરણે 23 નવેમ્બર સુધી ચાલુ રખાશે
અલબત્ત આ વકીલો બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્ર તથા ગોવાના રજીસ્ટર્ડ મેમ્બર હોવા જરૂરી છે.તથા તેનો આધાર પણ ટિકિટ બારી ઉપર આપવાનો રહેશે
સ્પેશિઅલ ટ્રેનનો ઉપયોગ પીક અવર્સ સિવાયના સમયમાં એટલેકે સવારે 8 વાગ્યા પહેલા ,બપોરે 11 થી 4 વાગ્યા દરમિયાન તથા સાંજે 7 વાગ્યા પછી ટ્રેન ચાલુ હોય ત્યાં સુધી કરી શકાશે તેમજ માસ્ક ,સોશિઅલ ડિસ્ટન્સ તથા કોવિદ -19 ના નિયમોનું પાલન કરવાનું રહેશે  તેમ જણાવાયું હોવાનું બાર એન્ડ બેન્ચ દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)