Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ઉતરાખંડની '' ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજના '' ઉપર પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટએ ઉતરાખંડમાં ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ, અને બદ્રીનાથ માટે કેન્દ્ર સરકારની ''ચારધામ મહામાર્ગ વિકાસ પરિયોજના '' પર પ્રતિબંધ લગાવ્યો અને કેન્દ્ર અને રાજય સરકાર પાસે જવાબ માંગ્યો. જયારે એક એનજીઓની અરજી બાદ રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી)ના પ્રોજેકટને શર્તી મંજુરી આપેલી અને મંજુરીને કોર્ટમાં  પડકારવામા આવેલ.

(11:50 pm IST)
  • રાજયના મોલ - મલ્‍ટિપ્‍લેકસમાં પાર્કિંગ ચાર્જનો વિવાદ ફરી હાઇકોર્ટમાં પહોંચ્‍યોઃ મોલ-મલ્‍ટિપ્‍લેકસમાં એક કલાક પાર્કિંગ ફ્રીના નિર્ણય સામે ફરી અપીલઃ હાઇકોર્ટના સિંગલ જજના આદેશ સાથે અમુક મોલ સંચાલકોની અરજી access_time 4:52 pm IST

  • સુરત :રિંગરોડ ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે.૧.૪૪ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ :૨૬ ઠગબાજોએ કાપડ, ડ્રેસનો માલ ખરીદ્યો હતો :ઉઘરાણી કરવા જતા જાનથી મારવાની ધમકી અપાઈ :સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી access_time 2:22 pm IST

  • સુરતના હજીરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો :7 લાખના વિદેશી દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો :ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હજીરા પોલીસે ઝડપ્યો લાખોના મુદ્દામાલ સાથે પોલીસે કરી બે આરોપીની ધરપકડ:ખેતરમાં ભાડૂતી જગ્યા રાખી આરોપીઓ દારૂનો કરતા હતા સંગ્રહ access_time 6:46 pm IST