Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

લાલુ પ્રસાદના મોટા પુત્ર તેજપ્રતાપની રાષ્‍ટ્રીય રાજકારણમાં પ્રવેશની જાહેરાતઃ લોકસભા લડશે

 રાષ્‍ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના મોટાપુત્ર તેજપ્રતાપ યાદવે રાષ્‍ટ્રીય રાજકારણમાં પ્રવેશવાની જાહેરાત કરી છે. તેજપ્રતાપે જણાવેલ કે તે હવે બિહારના રાજકારણમાંથી ઉપર ઉઠીને રાષ્‍ટ્રીય રાજકારણમાં સક્રિય થશે. તેમણે વધુમાં જણાવેલ કે તેઓ આગામી લોકસભાની ચુંટણીમાં જંપલાવશે. તેમની આ જાહેરાત એવા સમયે આવી છે જયારે બંનેના ભાઇઓ વચ્‍ચે પાર્ટીની કમાન સંભાળવા બાબતે ખટરાગની વાતો થઇ રહી છે.

(4:55 pm IST)