Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સબરીમલામાં હિંસક દેખાવો ચાલુઃ ભાજપા-સંઘ ઉપર પ્રહારો

તિરૂવનંતપુરમઃ કેરળના મુખ્યમંત્રી પી. વિજયને સબરીમલામાં મહિલાઓના પ્રવેશ અંગે સતત હિંસક દેખાવો અંગે સતત તનાવપૂર્ણ માહોલ સર્જવા માટે સુનિયોજીત રીતે અને જાણી જોઇને દેખાવો કરાયાના પ્રહારો કર્યા હતા. સુપ્રિમ કોર્ટે ૧૦ થી પ૦ વર્ષની મહિલાઓના સબરીમલા મંદિર પ્રવેશની છૂટ આપતો ચૂકાદો આપ્યો તેના વિરોધમાં પ્રચંડ દેખાવો થઇ રહ્યા છે. શ્રી વિજયને આરોપ મૂકયો કે ૧૦ થી પ૦ વર્ષની મહિલાઓને મંદિરમાં પૂજા કરતા રોકવા અને આ ઐતિહાસિક ઘટનાક્રમને કવર કરવા આવેલ પત્રકારો ઉપર હુમલાનું ષડયંત્ર આરએસએસે ઘડી કાઢેલ. તમામ ઉંમરની મહિલાઓના મંદિર પ્રવેશ માટે સુપ્રિમ કોર્ટે આપેલ અનુમતીના આદેશનું પાલન કરાવવાની રાજય સરકારની બંધારણીય જવાબદારી છે. મંદિર પરિસરને યુદ્ધનું મેદાન હરગીઝ બનાવા દેવામાં નહિં આવે મહિનામાં ૧ વખત પુજા થાય છે. આ માટે ૧૭ થી રર ઓકટોબર સુધી મંદિરના દરવાજા ખોલાયા તો અહીં  તનાવપૂર્ણ-નાટકીય માહોલ જોવા મળ્યો સંઘે સાંપ્રદાયિક રંગ દેવાનું ધૃણાસ્પદ કાર્ય કર્યુ છે.

(4:27 pm IST)