Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

એપ્રિલથી ઓગસ્ટમાં કરદાતાઓની સંખ્યા વધી પણ ટેક્સ ક્લેક્શન ઘટ્યું !!

કરદાતાઓ દ્વારા ઇ-રિટર્ન ફાઇલિંગમાં 70 ટકાનો વધારો: ટેક્સની ચૂકવણી 32 ટકા ઘટી

 

નવી દિલ્હી: ચાલુ નાણાંકીય વર્ષ 2019ના પ્રથમ પાંચ મહિના દરમિયાન વ્યક્તિગત કરદાતાઓ દ્વારા ઇ-રિટર્ન ફાઇલિંગની સંખ્યામાં વધારો નોંધાયો છે પરંતુ ટેક્સ ક્લેક્શન ઘટ્યું હોવાનું આશ્ચર્યજનક સ્થિતિ સર્જાઇ છે. વિતેલ એપ્રિલથી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વ્યક્તિગત કરદાતાઓ દ્વારા ઇ-રિટર્ન ફાઇલિંગમાં 70 ટકાનો વધારો થયો છે પરંતુ તેમના દ્વારા સરેરાશ ટેક્સની ચૂકવણી 32 ટકા ઘટીને 27,083 રહી છે. જ્યારે અગાઉના બે નાણાંકીય વર્ષ 2018 અને 2017ના એપ્રિલથી ઓગસ્ટના સમયગાળામાં ઇ-રિટર્ન ફાઇલિંગમાં અનુક્રમે 24 ટકા અને 39 ટકાની વૃદ્ધિ નોંધાઇ હતી. પરંતુ સરેરાશ ટેક્સની ચૂકવણી  44,000થી સાધારણ ઘટીને. 40,200 થઇ હતી.

  અગાઉ નોટબંધી અને ત્યારબાદ નવી કરપ્રણાલી જીએસટીના અમલીકરણથી કરદાતાઓની સંખ્યામાં મદદ મળી છે જો કે વ્યક્તિગત કરદાતાઓની સંખ્યામાં વૃદ્ધિની સાથે-સાથે પર્સનલ ઇન્કમટેક્સ (પીઆઇટી) ક્લેક્શનમાં વધારો જોવા મળ્યો નથી. નાણાંકીય વર્ષ 2016માં 5.9 કરોડ વ્યક્તિગત કરદાતા હતા જેની સંખ્યા વર્ષ 2017માં વધીને 7.8 કરોડ અને વર્ષ 2018ના અંતે 10 કરોડે પહોંચી ગઇ છે. પરંતુ પીઆઇટી ક્લેક્શનનો ગ્રોથ રેટ વર્ષ 2016માં 8.5 ટકા અને વર્ષ 2017માં 29 ટકા હતો જે વર્ષ 2018માં ઘટીને 19 ટકાના સ્તરે આવી ગયો હતો. વાસ્તવિકતા એ છે કે, વ્યક્તિગત કરદાતા દ્વારા ચૂકવેલ સરેરાશ ઇન્કમટેક્સ ઘટી ગયું છે.

(1:40 am IST)
  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST

  • બિટકોઇન કૌભાંડ મામલે આરોપી જતીન પટેલનું આત્મસમર્પણ અમદાવાદઃ આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી access_time 3:33 pm IST

  • અમેરીકાના ઈન્ડિયાના ખાતે ચિડીયાઘરમાં સિંહણએ પોતાના ત્રણ બચ્ચાના પિતા સિંહને મારી નાખ્યોઃ ૮ વર્ષથી એક સાથે રહેતા'તા access_time 3:34 pm IST