Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રફાલ ડિલ મુદ્દે મોદી-અંબાણીના દોસ્‍તી વિશે શોલુનું યે દોસ્‍તી હમ નહીં તોડેંગે ગીત ગાઇને રાહુલ ગાંધીઅે ટોણો માર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસ પ્રમુખ રાહલુ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીની અજોડ દોસ્તી વિશે ટોણો મારતા શોલે ફિલ્મનું પ્રખ્યાત ગીત યાદ કરી કર્યું હતું.

રાહલુ ગાંધીએ રફાલ ડિલ વિશે મોદી અને અંબાણીની દોસ્તી વિશે શોલે ફિલ્મનું યે દોસ્તી હમ નહીં તોડેંગે ગીત યાદ કરી ટોણો માર્યો હતો અને મોદીની ઉદ્યોગપતિ અંબાણી તરફના લગાવ વિસે વાત કરી હતી.

રાહુલ ગાંધીએ એવો આક્ષેપ કર્યો હતો કે, મોદીની અનિલ અંબાણી સાથેની દોસ્તીના કારણે રફાલ ડિલનો 30,000 કરોડનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને મળ્યો છે.

રાહુલ ગાંધીએ 17 સેકન્ડનો એક વીડિયો તેમના ટ્વીટર એકાઉન્ટ પર લોડ કર્યો હતો. વીડિયોમાં મોદી અને અનિલ અંબાણી એક સાતે હસતાં દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં યે દોસ્તી હમ નહી તોડેંગે ગીત વાગે છે. રાહુલ ગાંધી છેલ્લા ઘણા મહિનાઓથી મોદી સરકારને રફાલ ફાઇટર જેટની ખરીદીને લઇને સરકારને ઘેરી રહ્યાં છે અને મોદી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહ્યા છે. રાહુલ ગાંધી મોદી વિશે કહે છે કે, ‘ચોકીદાર જ ચોરછે.

કોંગ્રેસ રફાલ ડિલ મામલે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રહારો કરી રહી છે અને આ મામલે ડિલની કિંમત અને અન્ય વિગતો જાહર કરવા માટે દબાણ ઉભુ કરી રહી છે.

(12:00 am IST)
  • સુરતના હજીરા પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો :7 લાખના વિદેશી દારૂ સહિત 10 લાખનો મુદ્દામાલ ઝડપાયો :ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હજીરા પોલીસે ઝડપ્યો લાખોના મુદ્દામાલ સાથે પોલીસે કરી બે આરોપીની ધરપકડ:ખેતરમાં ભાડૂતી જગ્યા રાખી આરોપીઓ દારૂનો કરતા હતા સંગ્રહ access_time 6:46 pm IST

  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST

  • અમદાવાદ:સુપ્રીમકોર્ટના આદેશ બાદ જાહેરનામું બહાર પડાશે :૧૦ વાગ્યા બાદ ફટાકડા ફોડનારા વિરુદ્ધ કાર્યવાહી કરાશે :જૂના ફટાકડા વેચનારા વેપારીઓને ત્યાં તપાસ કરાશે: વિક્રેતાને લાયસન્સ આપતા સમય SCના નિયમનું પાલન કરાશે access_time 3:47 pm IST