Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જમ્મુ કાશ્મીરમાં સેનાનો સપાટો : 24 કલાકમાં ચાર આતંકીઓ ઠાર મરાયા : 5 એેકે-47, 8 પિસ્તોલ અને 70 હાથગોળા જપ્ત

કાશના ગામમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ.

નવી દિલ્હી : ભારતીય સેનાએ એલઓસી પર ઉરી પાસે રામપુર સેક્ટરમાં 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ આતંકવાદી તાજેતરમાં પાકિસ્તાનના કબજા ધરાવતા કાશ્મીરમાંથી ભારતીય સીમામાં પ્રવેશ કર્યો હતો.

સરકારી સુત્રોએ જણાવ્યુ કે સેના તરફથી આ ઓપરેશનમાં ઠાર થયેલા આતંકવાદીઓ પાસેથી પાંચ એેકે-47, 8 પિસ્તોલ અને 70 હાથગોળા જપ્ત કરવામાં આવ્યા છે.

જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો સાથે અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયા હતા. આ અથડામણ બુધવારની રાત્રે થઇ હતી. કાશ્મીર ક્ષેત્રની પોલીસે ટ્વીટ કરી જણાવ્યુ કે કાલ રાત્રે આતંકવાદી અનાયત અશરફ ડારે જીવર હમીદ ભાટીમાં એક નાગરિક પર ગોળી ચલાવી હતી, જેનાથી તે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને હજુ પણ હોસ્પિટલમાં દાખલ છે

પોલીસે જણાવ્યુ કે માદક પદાર્થના ધંધામાં સામેલ અનાયત ગેરકાયદેસર રીતે હથિયારોના દમ પર પોતાના ગામના અને બહારના લોકોને પણ ધમકાવતો હતો. ઘટનાને લઇને પોલીસે જણાવ્યુ કે સુત્રો પાસેથી મળેલી જાણકારીના આધાર પર કાશના ગામમાં ઘેરાબંધી કરી તપાસ અભિયાન શરૂ કરવામાં આવ્યુ હતુ. તપાસ અભિયાન દરમિયાન જ અનાયતે ફાયરિંગ કર્યુ હતુ. પોલીસે કહ્યુ કે અનાયતને આખી રાત આત્મસમર્પણ કરવા કહ્યુ હતુ પરંતુ તે માન્યો નહતો. તે બાદ અથડામણમાં તે માર્યો ગયો હતો. એક પિસ્તોલ અને દારૂગોળો જપ્ત થયો છે.

(6:59 pm IST)