Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

આસામનાં મુખ્ય પ્રધાનના હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ :ટેકનિકલ ખામી સર્જાતા ઉતરણ કરવું પડ્યું

આસામ-અરુણાચલ પ્રદેશની સરહદ નજીક બાંદરેદેવની કેટલીક ટેકરીઓને પાર કરવામાં મુશ્કેલી પડી

 

ગૌહાતી : આસામના મુખ્ય પ્રધાન સર્વાનંદ સોનોવાલને લઈ જતા હેલિકોપ્ટરને ટેકઓફ પછી મુશ્કેલી સર્જાઈ હતી. ત્યાર બાદ ત્યાનાં લીલાબાડી એરપોર્ટ પર કટોકટીની પરિસ્થિતીમાં ઉતરાણ કરવું પડ્યું હતુ. અધિકારીઓએ માહિતી આપી હતી કે મુખ્યમંત્રી સલામત છે

  . ગુવાહાટીથી લખીમપુર આવી રહેલા સોનોવાલ સમયે માંડ માંડ બચ્યા હતા. જ્યારે ઘટ વાદળોને લીધે આસામ-અરુણાચલ પ્રદેશની સરહદ નજીક બાંદરેદેવની કેટલીક ટેકરીઓને પાર કરવામાં હેલિકોપ્ટરના પાઇલટને મુશ્કેલી થઈ હતી. અને ટેકનિકલ ખામી સર્જાતા ઉતરણ કરવું પડ્યું હતુ.

(12:14 am IST)