Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

બેન્ક હડતાલ મોકૂફ : બેન્ક ટ્રેડ યુનિયનોનો સૂચિત 26 અને 27મીની હડતાલ મુલતવી રાખવા નિર્ણંય

નાણાં સચિવ સાથે વાતચીત બાદ હડતાલ મોકૂફ રાખવા નિર્ણંય

નવી દિલ્હી : બેંક ટ્રેડ યુનિયનોએ સૂચિત 26 અને 27 સપ્ટેમ્બરની હડતાલ મુલતવી રાખી છે. 10 બેંકોના વિલીનીકરણના વિરોધમાં બેંક યુનિયનોએ હડતાલ પર ઉતરવાની જાહેરાત કરી હતી. યુનિયનના નેતાઓ અને નાણાં સચિવ રાજીવ કુમાર વચ્ચેની બેઠક બાદ હડતાલ મુલતવી રાખવામાં આવી હતી

  . બેંક યુનિયનોનું કહેવું છે કે સરકારે તેમની માંગણીઓ ગંભીરતાથી લીધી છે અને આ અંગે વિચારણા કરવાની ખાતરી આપી છે. આ વાતચીત બાદ હડતાલ મોકૂફ રાખવામાં આવી છે 

હકીકતમાં, બેંક અધિકારીઓના ચાર યુનિયનોએ 26 સપ્ટેમ્બરથી બે દિવસીય હડતાલની ઘોષણા કરી હતી. યુનિયન દ્વારા હડતાલમાં બેંકોના વિલીનીકરણનો વિરોધ સાથે 11 મા પગાર કરારના અમલની માંગ કરી છે.

ચાર બેંક યુનિયનો દ્વારા હડતાલ બોલાવવામાં આવી હતી બેન્કિંગ ક્ષેત્રના ચાર ટ્રેડ યુનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરની મધ્યરાત્રીથી 27 સપ્ટેમ્બરની મધ્યરાત્રી સુધી હડતાલ બોલાવી હતી. જેમાં ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર કન્ફેડરેશન, ઓલ ઇન્ડિયા બેંક ઓફિસર એસોસિએશન્સ, ઇન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ અને નેશનલ ઓર્ગેનાઇઝેશન બેંકના અધિકારીઓ શામેલ હતા.

 
(9:46 pm IST)
  • હ્યુસ્ટનમાં હાઉડી મોદી : પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહ્યું તમે સપરિવાર સાથે ભારત આવો અને અમને તમારું સ્વાગત કરવાની તક આપો access_time 1:05 am IST

  • કાશ્મીરમાં મંદિરો મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણયઃ ૫૦ હજાર બંધ મંદિરના કપાટ ખોલાશેઃ કેન્દ્ર સરકારના સર્વે બાદ બંધ શાળાઓને પણ ખોલાશેઃ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી કિશન રેડ્ડીનું નિવેદન access_time 4:09 pm IST

  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે હું ખુશ છું કે અમેરિકામાં પીએમ મોદીને નહેરુના યોગદાનની યાદ અપાવાઈ : જયરામ રમેશે કહ્યું કે તેને એ વાતની ખુશી છે કે વડાપ્રધાન મોદીને જવાહરલાલ નહેરુએ આપેલા યોગદાનની અમેરિકામાં યાદ દેવડાવી access_time 1:09 am IST