Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

આધાર કાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડની જગ્યાએ નવુ કાર્ડ આવશેઃ ૨૦૨૧માં વસ્તી ગણતરી માટે મોબાઈલ એપ્લીકેશનનો ઉપયોગ કરાશેઃ અમિત શાહની જાહેરાત

નવી દિલ્હી, તા. ૨૩ :. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વન નેશન-વન આઈડેન્ટી કાર્ડનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં જણાવાયુ છે કે, એક એવી સિસ્ટમ હોવી જોઈએ જેના દ્વારા બધી જ માહિતી સતત અપડેટ થતી રહેવી જોઈએ. અમે એવુ કાર્ડ લાવવા માંગીએ છીએ જેમાં આધારકાર્ડ, પાસપોર્ટ, બેન્ક એકાઉન્ટ, ડ્રાઈવીંગ લાયસન્સ અને વોટર આઈડીની જરૂરીયાત પુરી કરે.

અમિતભાઈ શાહે વધુમાં જણાવ્યુ કે ૨૦૨૧માં થનાર વસ્તી ગણતરી મોબાઈલ એપ્લીકેશનના આધારે કરવામાં આવશે. દેશના વિકાસ માટે મહત્વપૂર્ણ કામગીરી જરૂરી છે તેમ આજે વસ્તી ગણતરી ભવનના શિલાન્યાસ કાર્યક્રમ સમયે જણાવ્યુ હતું.

(4:16 pm IST)