Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને RSS નેતાઓની હત્યાના મામલે ૩ આતંકીઓની ધરપકડ

પોલીસે કિશ્તવાડમાંથી ૩ આતંકવાદીઓની ધરપકડ કરી છેઃ પોલીસે આ આતંકીઓના પકડાવવાથી ચાર કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે, જેમાં આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યા સંબંધિત મામલા પણ સામેલ છે

શ્રીનગર, તા.૨૩: પોલીસે કિશ્તવાડમાંથી ૩ આતંકવાદીઓની ધરપકડ કરી છે. પોલીસે આ આતંકીઓના પકડાવવાથી ચાર કેસનો ઉકેલ લાવવાનો દાવો કર્યો છે. જેમાં આરએસએસ અને ભાજપના નેતાઓની હત્યા સંબંધિત મામલા પણ સામેલ છે.

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, કઠુઆમાંથી ૪૦ કિલોનો વિસ્ફોટકોનો જથ્થો પકડાયો જમ્મુ ઝોનના આઈજીપી મુકેશ સિંહે કહ્યું કે ગત એક વર્ષમાં કિશ્તવાડમાં આતંકીઓએ ચાર વારદાતને અંજામ આપ્યો. પોલીસની સતત કોશિશોના કારણે અમે ચારેય કેસનો ઉકેલ લાવ્યાં છીએ. જેમાં સીઆરપીએફ, આર્મી અને એનઆઈએ ટીમનો પણ સહયોગ મળ્યો છે.

તેમણે કહ્યું કે અમે આ મામલાઓમાં હજુ સુધી ૩ લોકોની ધરપકડ કરી છે. તેમને ચંદ્રકાન્ત શર્મા, અને તેમના પીએસઓની હત્યાના મામલે પકડવામાં આવ્યાં છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક નિસાલ અહેમદ શેખ પણ છે. જે ભાજપના નેતા અનિલ પરિહારની હત્યાના કાવતરામાં સામેલ હતો અને તેમની હત્યા વખતે દ્યટનાસ્થળે હાજર હતો.

અત્રે જણાવવાનું કે આ જ વર્ષના એપ્રિલ મહિનામાં કિશ્તવાડમાં રાષ્ટ્રીય સ્વયં  સેવક સંદ્યના એક નેતા અને તેમના અંગરક્ષકની હોસ્પિટલમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. જયારે ગત વર્ષ નવેમ્બરમાં ભાજપના નેતા અનિલ પરિહારની ગોળી મારીને હત્યા કરાઈ હતી.

(3:46 pm IST)