Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

આયુષ્યમાન યોજના પ્રોફાઈલ

૧૪,૦૦૦ આરોગ્ય મિત્રો હોસ્પિટલમાં તૈનાત

રાંચી, તા. ૨૩ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિશ્વની સૌથી મોટી સરકાર પ્રાયોજિત આરોગ્ય સંભાળની યોજના આયુષ્યમાન ભારત સ્કીમને લોન્ચ કરી દીધી હતી. આ યોજનાને લઈને છેલ્લા કેટલાક દિવસથી તૈયારીઓ ચાલી રહી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના તરીકે આને જોવામાં આવે છે. કેટલાક લોકો આને મોદીકેર નામ પણ આપી રહ્યા છે. મહાકાય આયુષ્યમાન યોજનાની વિશેષતા નીચે મુજબ છે.

યોજનાનું નામ...................................... આયુષ્યમાન ભારત જન આરોગ્ય યોજના

યોજના લોન્ચ સ્થળ.................................................................... ઝારખંડમાં રાંચી

યોજના લોન્ચ કરવામાં આવી........................................... વડાપ્રધાન નરેન્દ્ર મોદી

યોજના અમલી થશે........................................................ ૨૫મી સપ્ટેમ્બર ૨૦૧૮

યોજના લાગુ થશે.............................................................................. ૨૯ રાજ્યો

જિલ્લાઓમાં યોજના લાગુ થશે................................................................... ૪૪૫

યોજનામાં આવરી લેવાયેલા પરિવાર....................................... ૧૦ કરોડ પરિવાર

યોજનામાં કુલ લોકોની સંખ્યા............................................................... ૫૦ કરોડ

યોજનાની વિશેષતા.................... વાર્ષિક પાંચ લાખ રૂપિયા સુધી મફતમાં સારવાર

યોજનામાં ગ્રામીણ પરિવાર સામેલ.......................................................... ૮ કરોડ

યોજનામાં શહેરી પરિવાર સામેલ......................................................... ૨.૪ કરોડ

મેડિકલ કવર હેઠળ આવરી લેવાયેલી વસ્તી............................................. ૪૦ ટકા

સ્કીમમાં સામેલ હોસ્પિટલ..................................................................... ૧૦ હજાર

કેન્દ્ર પર બોજ પડશે........................................................................ ૩૫૦૦ કરોડ

પ્રાથમિક રકમ ઉપલબ્ધ કરાવાઈ..................................................... ૨૦૦૦ કરોડ

યોજના પર કેન્દ્ર ખર્ચ કરશે............................................................ ૬૦ ટકા રકમ

યોજના પર રાજ્ય સરકાર ખર્ચ કરશે............................................... ૪૦ ટકા રકમ

આરોગ્ય મિત્રોની સંખ્યા........................................................................ ૧૪૦૦૦

પ્રાઈવેટ હોસ્પિટલની સંખ્યા..................................................................... ૭૫૦૦

યોજનામાં સામેલ થવા હોસ્પિટલની અરજી............................................. ૧૫૫૦૦

(7:24 pm IST)