Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

હવે નવું આવ્યું... ''મેરી પોપિન્સ''ચેલેન્જ

બ્લુ વ્હેલ, કીકી અને મોમો જેવી ચેલેન્જ બાદ : અગાસી ઉપર જઈ છત્રી ખોલી ઝંપલાવવાનો પડકારઃ સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલઃ યુવાઓને આવી ચેલેન્જથી દૂર રહેવા તંત્રની અપિલ

મુંબઈ,તા.૨૩: દેશભરમાં ગત કેટલાક સમયથી લોકો જીવના જોખમે કે જીવને જોખમમાં નાંખતી બ્લુ વ્હેલ ચેલેંજ, કીકી ચેલેંજ અને મોમો જેવી ચેલેન્જ સ્વીકારી મૃત્યુને ગળે લગાડી રહ્યા છે અથવા ઘાયલ થઈ રહ્યા છે.

ધાકધમકીથી ભરેલી બ્લુ વ્હેલ ચેલેંજ અને સોશિયલ મિડીયા પર વાહવાહી મેળવવા કીકી ચેલેન્જ બાદ શહેરમાં હવે એક નવી ચેલેંજ માય પોપિંસના નામે પગપેસારો કરી રહી છે. આમાં યુવાનોને નિશાન બનાવી તેમને મોટી ઈમારતની છત પર અથવા કોઈ ઊંચી જગ્યાએ જઈ મોટી છત્રીને પેરાશુટની માફક ખોલી કૂદવાનું જણાવવામાં આવે છે.

સોશિયલ મિડીયા પર આ પ્રાણઘાતક ચેલેંજના અનેક વિડિયો વાયરલ થઈ રહ્યા છે.

આવી ભાતભાતની ચેલેંજોથી યુવાનોને પોતાના પ્રાણ દાવ પર લગાડવા ઉકસાવનારાઓને કેવી રીતે રોકવા તે પોલીસ માટે સમસ્યા બની રહી છે. તેમ છતા પોલીસોએ યુવાનોને આવી ચેલેન્જથી દૂર રહેવાની અને તેમના મિત્રોને પણ આવી ચેલેંજથી દર રાખવાની અપીલ કરી છે.

(3:49 pm IST)