Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

લંપટ શિક્ષકને લોકોએ ફટકાર્યોઃ નગ્ન કરી બજારમાં ફેરવ્યો

વધુ માર્ક આપવાની લાલચ આપી માસુમ વિદ્યાર્થીનીનું જીવન છીન્નભીન્ન કરી નાખ્યું: પાપ છુપાવવા શિક્ષકે વિદ્યાર્થીનીને ગર્ભપાત માટે ટીકડીઓ પણ આપી હતી

હૈદરાબાદ તા.૨૩: આંધ્ર પ્રદેશમાં લોકોના ટોળાએ એક શિક્ષકને માર મારી, કપડાં ફાડી નાંખીને શેરીઓમાં નગ્ન અવસ્થામાં ફેરવ્યો હતો.

બે વર્ષ સુધી પોતાની એક વિદ્યાર્થીની પર બળાત્કાર ગુજારવાના આક્ષેપના અનુસંધાને તેને માર મારીને લોકોએ પોલીસને સોંપી દીધો હતો.

તાજેતરમાં તે ટિનએજર સગર્ભા થતા, તે શિક્ષકે તેને 'ગર્ભપાન માટેની ટીકડીઓ' આપી હતી. તે બાળાને મોટા પ્રમાણમાં રકતસ્ત્રાવ થવા લાગતા, તેના પરિવારને આખી ઘટનાની જાણ થતા પરિવારે મરણતોલ થયેલી બાળાને હોસ્પિટલમાં પહોંચાડી હતી. જયારે શિક્ષકને સારી પેઠે ખોખરો કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં પહોંચાડયો હતો. માર્ગે પસાર થનારઓએ આ વ્યકિતનો વિડિયો ઉતાર્યો હતો. જેમાં એક વ્યકિત એમ કહેતો જોઇ શકાય છે કે તેણે વધારે માર્ક આપવાની લાલચ આપીને, ૧૦માં ધોરણની વિદ્યાર્થીનીને સગર્ભા કરી હતી. અમને ઘટનાની જાણ થતા, અમે તેને છોડીશું નહીં જેમાં બે વ્યકિત તે શિક્ષકને બાવડે પકડીને પોલીસ સ્ટેશને લઇ જતા જણાય છે.(૧.૪)

(10:31 am IST)