Gujarati News

Gujarati News

News of Thursday, 23rd August 2018

સવા બે લાખ કંપનીઓની નોંધણી રદ થવાની શકયતા

રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં નોંધાયેલી ૧૪ લાખ કંપનીઓ માંથી આશરે ૪૦ ટકા કંપનીઓ એમનાં કાનૂની રિટર્ન્સ ફાઇલ કરતી નથી

નવીદિલ્હી તા.૨૩: અંદાજે પ.૬૦ લાખ કંપનીઓ કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીના ધ્યાનમાં છે જે ડીરજિસ્ટર્ડ થઇ શકે છે. કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીની માહિતી મુજબ ૨૦૧૭-'૧૮માં મિનિસ્ટ્રીએ એમનાં ફાઇનેન્શિયલ રિટર્ન્સ ફાઇલ નહીં કરનારી ૨.૨૬ લાખ કંપનીઓનું રજિસ્ટ્રેશન રદ કર્યું હતું. મિનિસ્ટ્રીએ ૨૦૧૩-'૧૪થી ૨૦૧૫-'૧૬નાં રિટર્ન્સ બાબતે નોંધ લીધી છે.

કંપની બાબતોના મંત્રાલયે નોંધ્યા મુજબ આ કંપનીઓને ડિરજિસ્ટર્ડ કર્યા બાદ પણ એમના ડિરેકટરોએ ઓફિસ છોડી નથી જે તેમણે છોડી દેવી પડતી હોય છે. ફેબ્રુઆરી ૨૦૧૭માં પ્રાઇમ મિનિસ્ટર્સની ઓફિસે એક ટાસ્ક ફોર્સની રચના કરીને એને ડબ્બા કંપનીઓની તપાસ કરવા જણાવ્યું હતુંં. એ કંપનીઓ ગેરકાનૂની અને ગેરરીતિના કામકાજ કરતી હોય છે જેને અલગ તારવીને ટાસ્ક ફોર્સે એમનું રજિસ્ટ્રેશન રદ કરવાની ભલામણ કરી હતી.

આ ટાસ્ક ફોર્સમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ, સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ, રિઝર્વ બેન્ક, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકિસસ, સિકયોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ સભ્ય છે.

આ વર્ષે ૨૦૧૮-'૧૯ માટે પણ ટાસ્ક ફોર્સે સવાબે લાખ જેટલી કંપનીઓ રદ કરવા માટે અલગ તારવી છે જેમના વિશે ટુંક સમયમાં નિર્ણય લેવાશે. આ સંખ્યા વધી પણ શકે છે.(૧.૧)

(9:14 am IST)