Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રામ મંદિર નિર્માણના ભૂમિ પુજન રોકવા માટે અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી

ભૂમિ પુજન કોવિડ-19ના અનલોક-2ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન

નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટના રોજ પ્રસ્તાવિત ભૂમિ પૂજન પર રોક લગાવવાની માંગને લઈને અલાહાબાદ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

દિલ્હીમાં પત્રકાર સાકેત ગોખલેએ હાઈકોર્ટના ચીફ જસ્ટીસને લેટર પીઆઈએલના માધ્યમથી આ અરજી કરવામાં આવી છે. દાખલ કરવામાં આવેલી પીઆઈએલ હેઠળ ભૂમિ પુજન કોવિડ-19ના અનલોક-2ની ગાઈડલાઈનનું ઉલ્લંઘન છે.

આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં ભૂમિ પુજન દરમિયાન ત્રણસો લોકો એકઠાં થશે જે કોવિડના નિયમોની વિરુદ્ધ હશે. આ કાર્યક્રમથી સંક્રમણ ફેલાવવાનો ખતરો પણ વધશે. ઉત્તરપ્રદેશ સરકાર કેન્દ્રની ગાઈડલાઈનમાં છૂટ આપી શકે નહી. પીટિશન દ્વારા ભૂમિ પુજનના કાર્યક્રમ પર રોક લગાવવાની માંગ કરી છે.

આ સિવાય અરજીમાં તે આદેશનો પણ ઉલ્લેખ કર્યો જેમાં બકરી ઈદ પર સામુહિક નમાજને મંજુરી આપવામાં આવી નથી જેથી કોરોના સંક્રમણ ફેલાઈ નહી.

જો લેટર પિટિશન મંજુર થઈ તો ચીફ જસ્ટીસ દ્વારા નામિત બેચ આ મામલે સુનવણી કરશે. અરજીમાં રામમંદિર ટ્ર્સ્ટની સાથે કેન્દ્ર સરકારને પણ પક્ષકાર બનાવવામાં આવી છે.

(11:13 pm IST)