Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

રિઝર્વ બેન્ક અન્ય બેંકો પાસેથી નાણાં ઉધાર લઇ રહી છે : રિવર્સ રેપો રેટ દ્વારા બેંકો પાસેથી ઉધાર નાણાં લઈને સરકારને આપે છે : RBI નું આ પગલું ખતરનાક નીવડશે : પૂર્વ ગવર્નર રઘુરામ રાજનની ચેતવણી

સિંગાપોર : ડી.બી.એસ.બેન્ક આયોજિત એક સંમેલનમાં RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ચેતવણી આપતા જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા સરકારને   નાણાં આપવા માટે સરકારી બોન્ડ ખરીદી રહી છે.જે માટે  રિવર્સ રેપો રેટ દ્વારા બેંકો પાસેથી  ઉધાર નાણાં લઈને સરકારને આપે છે.અને પોતાનું દેવું વધાર્યે જાય છે.કોરોના વાઇરસના કહેરને કારણે અર્થતંત્રને બેઠું કરવા માટેનું આ પગલું ખતરનાક નીવડશે.
તેમણે જણાવ્યું હતું કે કોરોના વાઇરસની અસર પુરી થયા પછી બેન્કોને નાણાભીડ પુરેપુરી નડશે.આ માટે વધારે નોટો છાપવાનું પગલું પણ વ્યાજબી નહીં ગણાય.આમ તેઓએ ભારતના અર્થતંત્ર માટે રિઝર્વ બેન્કના મોનેટાઇઝેશન પ્રોગ્રામને હાનિકારક ગણાવ્યો હતો.

(7:29 pm IST)