Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

લશ્કરમાં મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ થશે

સુપ્રીમે અમલ માટે ૩ માસનો સમય આપ્યો : આ મંજૂરી સાથે-સાથે જજ એડ એડવોકેટ જનરલ, આર્મી એજ્યુકેશનલ કોર્પ્સમાં પણ આ સુવિધાનો અમલ કરાશે

નવી દિલ્હી, તા. ૨૩ : ભારતીય લશ્કરમાં પણ હવે મહિલા અધિકારીને સ્થાયી કમિશનનો લાભ આપવા કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. ગુરૂવારે સરકારે જાહેર કરેલા નોટિફિકેશનને પગલે હવે લશ્કરમાં વિવિધ ટોચના પદ પર મહિલા અધિકારી તૈનાત થઈ શકશે. સરકારના આદેશને પગલે શોર્ટ સર્વિસ કમિશન (જીજીઝ્ર)ની મહિલા અધિકારીઓને ભારતીય લશ્કરના તમામ દસ ભાગોમાં સ્થાયી કમિશનની મંજૂરી આપવામાં આવી છે. હવેથી લશ્કરમાં એર ડિફેન્સ, સિગ્નલ એન્જિનીયર, આર્મી એવિએશન, ઈલેક્ટ્રોનિક્સ, મેકેનિકલ, એન્જિનીયરિંગ, આર્મી સર્વિસ કોર્પ્સ, આર્મી ઓર્ડિનન્સ કોર્પ્સ અને ઈન્ટેલિજન્સ કોર્પ્સમાં પણ મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન મળી શકશે.

            આની સાથે-સાથે જજ એડ એડવોકેટ જનરલ, આર્મી એજ્યુકેશનલ કોર્પ્સમાં પણ સુવિધાનો અમલ કરાશે. કેન્દ્રના આદેશ બાદ ટૂંક સમયમાંજ પરમેનન્ટ કમિશન સિલેક્શન બોર્ડ દ્વારા મહિલા અધિકારીઓની ભરતી કરાશે. માટે લશ્કરના વડામથક દ્વારા કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. સિલેક્શન બોર્ડ દ્વારા પણ તમામ એસએસસી મહિલાઓ તરફથી ઓપ્શન્સ અને તમામ દસ્તાવેજી કાર્યવાહી પૂર્ણ કરી દેવાશે અને કાર્યવાહી શરૂ કરાશે. જો કે નિમણૂક કોમ્બેટ ઓપેરશનમાં નહીં થાય, સુપ્રીમ કોર્ટે પણ તેના ઓર્ડરમાં બાબતને અલગ રાખી હતી.

            ભારતીય લશ્કર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આર્મી દેશની તમામ મહિલા અધિકારીઓને દેશની સેવા કરવાની તક આપવા તૈયાર છે. ઉલ્લેખનીય છે કે સ્થાયી કમિશનને લઈને લાંબા સમયથી માગણી કરવામાં આવી રહી હતી. સુપ્રીમ કોર્ટે કેસમાં સુનાવણી કરી હતી, સર્વોચ્ચ ન્યાયાલયે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કમિશન રચવા ત્રણ મહિનાનો સમય કેન્દ્રને આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીમાં સ્થાયી કમિશન અંગેન ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.

(8:03 pm IST)