Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોરોના સંકટ વચ્ચે ખર્ચમાં સાવધાની રાખી રહ્યા છે ભારતીય ગ્રાહકો

કેપીએમજીના એક સર્વે મુજબ લોકોએ તેમના ખર્ચમાં મૂકયો કાપ

નવી દિલ્હી તા. ૨૩ : કોરોના સંકટ વચ્ચે ભારતીય ગ્રાહકો ખર્ચમાં સાવધાની વરતી રહ્યા છે. પરામશક કેપીએમજીના એક સર્વેમાં ખુલાસો થયો છે. સર્વેમાં સામેલ ૭૮ ટકા લોકોએ કહ્યું કે, તેઓએ તેમના ખર્ચમાં કાપ મૂકયો છે. કેપીએમજી ઇન્ડિયાના રીપોર્ટ 'ટાઇમ ટુ ઓપન માઇ વોલેટ ઓર નોટ ?'માં કહેવામાં આવ્યું છે કે, બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોના ગ્રાહકો પ્રથમ શ્રેણીના શહેરોની સરખામણીએ તેમના ખર્ચ કરવાની ટેવ અંગે બેગણા વધુ આશાન્વિત છે.  સર્વેનો એક ખાસ તથ્ય એ છે કે ૫૧ ટકા લોકોનું માનવું છે કે કોવિડ-૧૯નો પ્રભાવ વધુ સમય સુધી રહેશે નહિ અને બધુ સામાન્ય જલ્દી થઇ જશે. કેપીએમજી ઇન્ડિયાના ભાગીદાર અને પ્રમુખ હર્ષ રાજદાને કહ્યું, અમારા અધ્યયનથી સંકેત મળી શકે છે કે બીજી શ્રેણીના શહેરોમાં ૨૨ ટકા ગ્રાહકો અને ત્રીજી શ્રેણીના શહેરોમાં ૩૦ ટકા ગ્રાહકો માને છે કે ખર્ચમાં વધારો થશે અથવા તે કોવિડ-૧૯ના પૂર્વ સ્તર પર રહેશે. એવામાં ખુદરા કંપનીઓને આ શહેરોમાં તેમના વિસ્તાર પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

(3:47 pm IST)