Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

સલિમભાઇ મકરાણી મોરબી પોલીસમાં એએસઆઇ હતાં : કોરોના વોરિયર તરીકે ગાર્ડ ઓફ ઓનર સાથે સિવિલ હોસ્પિટલ ખાતેથી અંતિમવિદાય અપાઇ

. કોરોનાથી સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં રાત્રીના જે ૬ દર્દીઓના મોત નિપજ્યા તેમાં મોરબીના સલિમભાઇ એઝાઝભાઇ મકરાણી (ઉ.વ.૫૪) મોરબી પોલીસમાં આસી. સબ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતાં હતાં. જાણવા મળ્યા મુજબ તેઓ મોરબી હેડકવાર્ટરમાં નોકરી પર હતાં. કેટલાક દિવસથી બિમાર હતાં. કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવાતાં પોઝિટિવ આવ્યો હોઇ રાજકોટ કોવિડ સેન્ટરમાં દાખલ હતાં. આજે તેમણે દમ તોડી દેતાં સ્વજનોમાં અને સાથી કર્મચારીઓમાં માતમ છવાઇ ગયો હતો. બપોરે તેમને કોરોના વોરિયર તરીકે પોલીસતંત્ર તરફથીગાર્ડ ઓફ ઓનર અને હોસ્પિટલ તંત્ર તરફથી સન્માન સાથે અંતિમવિદાય આપવામાં આવી હતી. જેમાં મોરબી પોલીસના અધિકારીઓ, સ્ટાફ તથા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. એમ. સી. ચાવડા તથા નર્સિંગ સ્ટાફના સભ્યો જોડાયા હતાં.

(3:05 pm IST)