Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

૨૬મીથી ઉત્તર ભારતમાં ભારે વરસાદ પડશેઃ હાલ મધ્ય અને પૂર્વોતર રાજયોમાં ચોમાસાનું જોર

જમ્મુ- કાશ્મીરમાં ૧૩ ટકા વરસાદ ઓછો પડયો આગામી રાઉન્ડમાં પણ શકયતા નથી : બિહાર, હિમાલય, પ.બંગાળ, નાગાલેન્ડ, મેઘાલયમાં ફરી પુર જેવી તારાજી સર્જાશેઃ મુંબઈ સહિત કોંકણ, ગોવામાં ચોમાસુ ફરી સક્રિય બનશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ નેઋત્યનું ચોમાસુ દેશના અમુક ભાગોમાં જ સક્રિય છે. ૨૬મી ઉત્તર ભારતમાં ફરી ભારે વરસાદની આગાહી વેધરની સંસ્થા સ્કાયમેટ દ્વારા કરવામાં આવી છે. બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ અને મેઘાલયમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.

ચોમાસામાં દોઢ મહિનામાં દેશભરમાં સામાન્યથી ૬ટકા વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર- પશ્ચિમ અને પૂર્વોતર ભારતના રાજયોમાં ખૂબ જ અંતર જોવા મળે છે. પૂર્વોતર ભારતમાં ૧૬ટકા વધુ વરસાદ થયો છે. જયારે ઉત્તર- પશ્ચિમ ભારતના જમ્મુ- કાશ્મીરથી દિલ્હી એનસીઆર સુધીના રાજયોમાં સામાન્યથી ૧૬ ટકા ઓછો વરસાદ પડયો છે. જયારે મધ્ય ભારતના ભાગોમાં ૫ ટકા અને દક્ષિણ ભારતમાં સામાન્યથી ૧૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે.

હવે ફરીથી ઉત્તર ભારતના પહાડી અને મેદાની વિસ્તારોમાં ચોમાસુ નબળુ પડી જશે. આગામી ત્રણ- ચાર દિવસ ઉત્તર- પશ્ચિમ ભારતમાં વાતાવરણ ચોખ્ખુ રહેશે. અમુક વિસ્તારોમાં જ વરસાદની શયકતા છે. રાજસ્થાન અને ઉત્તરાખંડમાં અમુક જગ્યાએ હળવો વરસી જાય. જો કે ૨૪ કલાક બાદ ઉતરાખંડમાં વરસાદની એકટીવીટીમાં વધારો થશે કેમ કે મોનસૂન ટ્રફ ઉતરબાજુ છે.

જમ્મુ- કાશ્મીરમાં ચોમાસાનું પ્રદર્શન ખૂબ જ નબળુ રહ્યું છે. અત્યાર સુધી ૧૩ ટકા વરસાદ ઓછો નોંધાયો છે. આગામી વરસાદી રાઉન્ડમાં પણ વરસાદની સંભાવના નહિવત છે. દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ થી ૨૧ જુલાઈ દરમ્યાન ખૂબ સારો વરસાદ થયો. હાલમાં સામાન્યથી ૨૫ થી ૩૦ ટકા વરસાદ નોંધાયો છે. પૂર્વ ભારતના પૂર્વ ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ, સિકિકમ, હિમાલય, બિહાર, નાગાલેન્ડમાં ચોમાસુ ફરી જોર પકડશે. જનજીવન ફરીથી અસ્તવ્યસ્ત બની શકે છે. પુર જેવી સ્થિતિ સર્જાશે ૨૫- ૨૬ જુલાઈના પૂર્વ યુ.પી.થી લઈ બિહાર, હિમાલય, પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મેઘાલયમાં નદીઓ ઉફાન ઉપર રહેશે. જયારે મધ્ય ભારતમાં વિદર્ભ, મરાઠાવાડા, તેલંગાણામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદ પડી શકે છે. છતિસગઢના ઉત્તરના ભાગોમાં મધ્યમ તેમજ મુંબઈ સહિત કોંકણ, ગોવામાં ચોમાસુ ફરીથી સક્રિય બની રહ્યું છે. અરબી સમુદ્રમાં જે સાયકલોનીક સરકયુલેશન બની રહ્યું છે. તે ઉતર તરફ આગળ વધશે. જેથી કર્ણાટક, ગોવામાં સારો વરસાદ સંભવ છે. ૨૫-૨૬ જુલાઈના મુંબઈમાં પણ સારો વરસાદ ૧ થી ૨ ઈંચ જેટલો વરસી શકે છે.

(12:53 pm IST)