Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

કોરોના મહામારીમાં આર્થીક સંકડામણ બાદ

પવિત્ર અમરનાથ યાત્રા રદ થતાં જમ્મુના વેપારીઓને હજારો કરોડોનું નુકશાન

યાત્રા દરમિયાન જમ્મુમાં દરરોજ રપ૦ થી ૩૦૦ કરોડનો વેપારઃ રાહત પેકેજ આપવા ચેમ્બરની માંગ

જમ્મુ તા. ર૩ :.. કોરોના સંક્રમણના કારણે આ વર્ષે પવિત્ર અમરનાથ યાત્રા રદ થવાથી જમ્મુના દુકાનદારો - વેપારીઓને જંગી નુકશાન થવાની ધારણા છે. વેપારીઓને આશા હતી કે કોરોના કાળમાં તેમને થયેલ નુકશાન યાત્રા દરમિયાન સરભર થઇ શકશે.

પવિત્ર અમરનાથ યાત્રા રદ થયાની જાહેરાતની સાથે વેપારીઓની આશા તુટી ગયેલ. જમ્મુમાં વેપારીઓની સૌથી મોટી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સના મનીષ ગુપ્તા મુજબ યાત્રાથી વેપારીઓને મોટી આશા હોય છે, પણ કોરોનાના કારણે યાત્રા રદ થતા હવે તેમને લાખો-કરોડોનું નુકશાન ભોગવવું પડશે.

જમ્મુમાં પવિત્ર અમરનાથ યાત્રા દરમિયાન દરરોજ રપ૦ થી ૩૦૦ કરોડનો વેપાર થતો હોય છે. ચેમ્બરના જણાવ્યા મુજબ સૌથી મોટો ફટકો હોટલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને પડયો છે. સાથે જ ડ્રાયફ્રુટ, શાલ અને કપડા ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ, શિકારા ચલાવાવાળા તથા ઢાબા માલીકોને પણ યાત્રા રદ થતા નુકશાનનો માર પડશે. ચેમ્બરે વેપારીઓ માટે રાહત પેકેજની માંગ કરી છે.

(11:32 am IST)