Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

આંધ્રપ્રદેશમાં કોરોનાની આંધી : જુલાઈમાં વધ્યા નવા 50 હજારથી વધુ પોઝીટીવ કેસ

એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 6045 કોરોના કેસ વધ્યા

આંધ્રપ્રદેશમાં 22 જૂને 9372 જેટલા કેસ હતા અર્થાત પૂરા 10 હજાર કેસ પણ નોંધાયા નહોતા. છેલ્લા ત્રણ દિવસમાં જ 15 હજારથી વધારે પોઝીટીવ કેસ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં જૂન મહિના સુધી 14595 કેસ હતા, અર્થાત 15 હજાર કેસ પણ નોંધાયા નહોતા. આટલા કેસતો ફક્ત 3 દિવસમાં જ આવ્યા છે. 

  આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમણનો આંક 64713 થઈ ગયો છે. જુલાઈ મહિનામાં જ 50 હજારથી વધુ નવા પોઝીટીવ કેસ ફક્ત આંધ્રપ્રદેશમાં જ નોંધાયા છે. આંધ્રપ્રદેશમાં આજે વધુ નવા 6 હજાર પોઝીટીવ કેસ આવ્યા છે.
  આંધ્રપ્રદેશમાં હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 31763 થઈ ગઈ છે. આંધ્રપ્રદેશમાં આજે વધુ 6553 લોકો સાજા થતાં રજા અપાઈ છે. અત્યાર સુધીમાં 32127 લોકો સાજા થયા છે. આંધ્રપ્રદેશમાં 65 હજાર જેટલા કેસ સામે 823 લોકો કોરોના સામે જંગ હારી ગયા છે.

(11:04 am IST)