Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

ફેમીલી પેન્શનની વર્ષો જૂની માંગણી પણ સ્વીકારવામાં આવી

હવે ફેમીલી પેન્શન માટે એક જ સ્લેબ : બેઝીકના ૩૦ ટકા લેખે મળશે

રાજકોટ તા. ૨૩ : બેંક કામદાર સંઘો અને મેનેજમેન્ટ વચ્ચે ગઇકાલે થયેલા ૧૧માં વેતન કરાર સાથે પેન્શનરોની વર્ષો જૂની માંગણીનો પણ સ્વીકાર થયાનું જાણવા મળે છે.  ગઇકાલે થયેલા MOU અંતર્ગત IBA ફેમીલી પેન્શન એક જ સ્લેબ ૩૦% આપવા સંમત થયું છે. અગાઉ ૧૫ ટકા, ૨૦ ટકા એ પ્રકારના સ્લેબ હતા. હવે પેન્શનરના છેલ્લા બેઝીક પગારના ૩૦% લેખે પેન્શન મળશે. IBAએ પેન્શન પરની મર્યાદા હટાવી લીધી છે અને બેઝીક પેના ૩૦ ટકા ફેમીલી પેન્શન આપવા સંમતી દર્શાવી હોવાનું જાણવા મળે છે. આ નિર્ણયથી ૭૨ હજાર જેટલા ફેમિલી પેન્શનરોને મળતા માસિક પેન્શનમાં વધારો થશે. રિઝર્વ બેન્કના પેન્શન કરતા પણ આ સારૂ પેન્શન હશે. એટલું જ નહીં ૯પ ટકા ફેમિલી પેન્શન મેળવનાર મહિલાઓ છે, જેમને ફાયદો થશે. મહિલા સશકિતકરણ તરફ આ એક મોટુ પ્રયાણ ગણી શકાય.

(10:46 am IST)