Gujarati News

Gujarati News

News of Thursday, 23rd July 2020

મહારાષ્ટ્રમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : એક જ દિવસમાં 10,576 નવા કેસ : વધુ 280 લોકોના મોત

કુલ કેસની સંખ્યા વધીને 3,37,607એ પહોંચી : મૃત્યુઆંક 12,556 થયો

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોવિડ-19ના એક દિવસમાં સૌથી વધારે 10,576 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 3,37,607 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે, 280 દર્દીઓના મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 12,556 થઈ ગઈ છેજોકે આજે વધુ 5552 દર્દીઓ સાજા થતા કુલ 1,87,768 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે

(12:15 am IST)