Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અમારો દેશ અેવો નથી કે તમારી હિંસા અને મોતને સહન કરેઃ અમેરિકન રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનના રાષ્‍ટ્રપતિ હસન રૂહાનીને ચિમકી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના રાષ્‍ટ્રપતિ હસન રૂહાનીને ટ્વિટર ઉપર અમેરિકાને ક્યારેય પણ ધમકાવતા નહીં, નહીંતર તેના પરિણામ ભોગવવા પડશે તેવી ચિમકી આપી છે.

ટ્રંપે સંદેશમાં લખ્યું, ''અમે એવો દેશ નથી જે તમારી હિંસા અને મોતના વિક્ષિપ્ત શબ્દોને સહન કરશે. સતર્ક રહો.''

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રંપની આ ટિપ્પણી પહેલાં રૂહાનીએ અમેરિકી નેતાને ચેતાવણી આપી કે તે 'સુતા સિંહ છંછેડે નહી'' રૂહાનીએ કહ્યું કે ઇરાન સાથે લડાઇ ''બધા યુદ્ધોની મા'' (સૌથી ભીષણ લડાઇ) સાબિત થશે.

પરમાણુ હથિયારોથી સજજ ઉત્તર કોરિયાની સાથે ઐતિહાસિક વાતચીત બાદથી ઇરાન ટ્રંપના નિશાના પર છે. 

(5:54 pm IST)