Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ઓડીશામાં ૩૬ વર્ષનો વરસાદનો રેકોર્ડ તુટયોઃ બુરલામાં ૨૪ કલાકમાં ૨૫ ઇંચ વરસાદ ખાબકયો

 ભુવનેશ્વરઃ તા.૨૩, પ્રશ્ચિમિ ઓડીશાના બુરલા ગામમાં રવિવાર સવાર સુધીમાં ૨૪ કલાકમાં ૬૨૨ મીમી વરસાદ પડતા ઓડીશાનો ૩૬ વર્ષ જુનો  વરસાદનો રેકોર્ડ તુટી ગયો હતો. જો કે વરસાદ ધીમીધારે ચાલુ રહયો હતો. ઓડીશામાં ભારે વરસાદથી ૩ લોકોના મોત થયા  હતા જયારે ૩ માછીમારો લાપતા બન્યા છે. હિરાકુંડ ડેમ પ્રોજેકટ બુરલાએ ઓડીશામાં કોઇ એક જગ્યાએ ૨૪ કલાકમાં પડેલ આ સૌથી વધુ વરસાદ નોંધ્યો હતો જયારે રાજયમાં ૨૪ કલાકમાં એવરેજ ૮૧.૩ મીમી વરસાદ નોંધાયો નિચાણવાળા વિસ્તારના લોકોને સુરક્ષીત જગ્યાએ મોકલી તેમના જમવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરાયાનું અધિકારીએ જણાવેલ  બાલાસોર જીલ્લામાં કિરતાની આ જેટીએથી માછીમારી કરવા ગયેલ ૧૭ માછીમારોની ટીમના ૧૧ સભ્યોને રેસ્કયું કરાયા હતા. જેમાં ૩ના મોત થયા હતા.  જયારે ૩ માછીમારો લાપતા બન્યા હતા. (૪૦.૬)

 

(4:08 pm IST)