Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

ચોથા ધોરણના છાત્રનો આપઘાત !

દાર્જીલીંગની હોસ્ટેલની ઘટનાઃ મૃતકના સ્વજનો કહે છે, હત્યા થઇ...

દાર્જીલીંગઃ પશ્ચિમ બંગાળના દાર્જીલીંગ જીલ્લાની એક પ્રખ્યાત બોર્ડીગ સ્કુલમાં હોસ્ટેલના રૂમમાં ચોથા ધોરણનો એક વિદ્યાર્થી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ગઇરાત્રે હોસ્ટેલ સુપ્રિન્ટેન્ડન્ટ તેને રૂમમાં લોખંડના સળીયા સાથે લટકતો જોયો હતો. તેને તાત્કાલીક દાર્જીલીંગની જીલ્લા હોસ્પીટલે લઇ જવાયો હતો. જયાં ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પટણા બિહારના રહેવાસી છોકરાએ આગલી રાત્રે ડીનર નહોતું લીધું એટલે હોસ્પીટલ સુપ્રીન્ટેન્ડન્ટ તેને બોલાવવા રૂમ પર ગયા હતા. જયાં તેમણે છોકરાને લટકતો જોયો એમ પોલીસે કહયું.

છોકરાના કુટુંબનું કહેવું છે કે ચોથા ધોરણના છોકરા માટે ફાંસો ખાઇને આપઘાત કરવો અશકય છે. તેમણે છોકરાને મારી નાખ્યા પછી લોખંડને સળીયે લટકાવાયો હોવાનો આક્ષેપ કરીને ખુનની ફરીયાદ કરી છે.  પોલીસે કહયું કે તેઓ શાળા સતાવાળાઓની પુછપરછ કરી રહયા છે. આજે છોકરાનું પોસ્ટમોર્ટમ ઉતર બંગાળ મેડીકલ કોલેજ અને સીલીગીડી હોસ્પીટલમાં કરાયું હતું એમ પણ પોલીસે ઉમેર્યુ હતું.

(3:54 pm IST)