Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પીડિત બાળકીઓને નગ્ન કરીને ટીચર સાથે સુવા પડાતી હતી ફરજ

મુઝફફરનગર શેલ્ટર હોમ રેપ કેસ

નવી દિલ્હી  તા. ૨૩ :  છેલ્લા કેટલાક સમયથી મુઝફફરનગર શેલ્ટર હોમમાં બાળકીઓ સાથેના દુષ્કર્મ કરવામાં આવતું હોવાનો વિવાદ ચાલી રહ્યો છે. અહીં ૪૦ કરતા વધારે સગીર બાળકીઓ દુષ્કર્મનો ભોગ બની હોવાની ચોંકવનારી વિગતો પ્રકાશમાં આવી છે. એક સુત્રએ આપેલી માહિતી પ્રમાણે આ બાળકીઓને લેડી ટીચર કિરણ પોતાની સાથે નગ્ન થઈને સુવાની ફરજ પાડતી હતી. હાલમાં ઓથોરિટીએ એક ગાયબ બાળકીના મૃતદેહને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આરોપ છે કે વધારે પડતા મારને કારણે બાળકીનું મોત થઈ ગયું હતું અને તેના મૃતદેહને પરિસરમાં જ દાટી દેવામાં આ્યો છે.

હકીકતમાં એક પીડિત બાળકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે પરિસરમાં જ એક બાળકીનો મૃતદેહ દટાયેલો છે. આ નિવેદનના પગલે  બાલિકા ગૃહમાં ખોદકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ખોદકામ માટે નિગમના અધિકારીઓ જેસીબી સાથે બાલિકા ગૃહ પહોંચ્યા છે અને મેજિસ્ટ્રેટની દેખરેખમાં ચાર મજૂરો ખોદકામ કરશે. આ સિવાય મહ્લિા અધિકારીઓની ટીમ પણ હાજર રહેશે અને સમગ્ર ખોદકામની વીડિયોગ્રાફી કરવામાં આવશે.

આ સિવાય બાલિકા ગૃહમાંથી ૬ બાળકીઓ ગાયબ છે જેને બાલિકા ગૃહે ભાગેડુ જાહેર કરી છે. જોકે, પોલીસને બાલિકા ગૃહની થિયરી પણ વિશ્વાસ નથી. આરજેડી પ્રવકતા ભાઈ વીરેન્દ્રએ મુઝફફરપુર  બાલિકા વિકાસ ગૃહ મામલામાં સીબીઆઇ તપાસની માગણી કરી છે. તેમણે કહ્યું છે કે આ મુદ્દો આરજેડી વિધાનસભામાં ઉઠાવશે. તેમણે આશંકા વ્યકત કરી છે કે છ બાળકીઓની હત્યા કરી તેમની લાશને સંતાડી દેવામાં આવી છે.

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સની ટીમ કોશિશે બાળકીઓ સાથેના યૌનશોષણ અને હિંસાનો ખુલાસો કર્યો હતો. આ મામલામાં પોસ્કો કોર્ટે મેજિસ્ટ્રેટની નિયુકિતનો આદેશ આપ્યો છે. આ સાથે જ યૌનશોષણનો ભોગ બનેલી મૃત બાળકીઓનું શબ શોધવાનો પણ આદેશ આપ્યો છે.(૨૧.૨૯)

(3:42 pm IST)