Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

'આપ'ના બે ધારાસભ્યોને કેનેડામાં ઘુસવા ન દેવાયા : એરપોર્ટથી રવાના કરી દેવાયા

આપરાધિક કેસનો સામનો કરી રહ્યા હોઇ

નવી દિલ્હી તા. ૨૩ : પંજાબમાંથી આમ આદમીએ પાર્ટીના બે ધારાસભ્યોને કેનેડામાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા છે. કેનેડાના ઓટાવા એરપોર્ટ પર જ બંને ધારાસભ્યોને અટકાયતમાં લેવામાં આવ્યાં. ત્ય આર બાદ પુછપરછ કરી તેમને ભારત પરત મોકલી દેવાયા.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કુલતાર સિંગ સંધવા અને અમરજીત સિંહ સંદોઆને કેનેડાના ઓટાવા એરપોર્ટ પર જ અટકાયતમાં લેવામાં આવ્યાં હતાં. ત્યાર બાદ તેમની પુછપરછ બાદ બંનેને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતાં.

કુલતાર સિંહ સંધવા કોટકપુરા અને અમરજીત રોપડ બેઠક પરથી ધારાસભ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બંને ધારાસભ્યો હોલીડે ટ્રિપ પર કેનેડા ગયાં હતાં. પરંતુ જેવા જ બંને ઓટાવા એરપોર્ટ પર ઉતર્યા પોલીસે તેમને અટકાયતમાં લીધા હતાં. ત્યાર બાદ બંને નેતાઓની પુછપરછ હાથ ધરવામાં આવી હતી. જોકે તેમને તરત જ છોડી મુકવામાં આવ્યાં હતાં. જોકે તેમને કેનેડામાં પ્રવેસવા દેવામાં આવ્યા ન હતાં. બંને ધારાસભ્યો આજે ભારત પરત ફરશે. જોકે બંને ધારાસભ્યો સાથે આમ કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે, બંને ધારાસભ્યો છેલ્લા ઘણા સમયથી અનેક કારણોસર ચર્ચામાં રહ્યાં છે. AAP ધારાસભ્ય અમરજીત સિંહ પર ઉત્પીડનનો કેસ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પણ બંને ધારારભ્યોના નામ માફિયાઓ સાથે જોડાયેલા રહ્યાં છે.

(3:39 pm IST)