Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

પતિએ ચાર વર્ષની પુત્રીની નજર સામે પત્નીની નિર્દયતાપૂર્વક મારી નાખી :આરોપીની ધરપકડ

પ્રેમલગ્ન કરીને બંને અલગ રહેતા દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા બાદ રિસામણે ગયેલી પત્નીને બે દિવસ પહેલા સમજાવી પાછી લાવ્યો હતો

દિલ્હી :સુલતાનપુરી વિસ્તારમાં ચાર વર્ષની બાળકીની નજર સામે તેની માં ની બેરહેમી પૂર્વક પિતાએ હત્યા કર્યા બાદ જલ્દી જલ્દી અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા આડોશ પાડોશીઓએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને પીડિત પરિવારને જાણ કરી આગળની તપાસ હાથ ધરી છે

 આ  અંગે મળતી વિગત મુજબ રૂપા નામની મહિલાએ પાંચ વર્ષ પહેલા નવીન નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા બંને વચ્ચે કેટલાક સમય બરાબર ચાલ્યું બાદમાં બન્ને વચ્ચે ઝઘડા થવા લાગતા રૂપાના માતા પિતા નહીં હોવાથી તેના તાઉના ઘરે છેલ્લા ત્રણ મહિનાથી રહેવા ચાલી ગઇહતી પરંતુ બે ત્રણ દિવસ પહેલા નાવીને તેણીને સમજાવીને ઘરે પાછી લાવ્યો હતો શુક્રવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો

  મળતી વિગત મુજબ નવીને રૂપાને કરંટ લગાવીને ગળું દબાવી મારી નાખી હતી નવીને જે સમયે પત્નીની હત્યા કરી ત્યારે ચાર વર્ષની પુત્રી મોજુદ હતી તેની નજર સામે પત્નીની હત્યા કરાઈ હતી નવીને રૂપાની લાશને જલ્દી સવારે છ વાગ્યે અંતિમ સંસકર કરી નાખ્યા હતા આસપાસના લોકોને શંકા જતા પોલીસને જાણ કરી હતી પોલીસે કાર્યવાહી કરતા આરોપી પતિ નવીનની ધરપકડ કરીને પીડિત પરિવારને જાણ કરી હતી હવે પરિવારનો આરોપ છે કે નવીને સમગ્ર પરિવાર સાથે મળીને હત્યા કરી છે પરંતુ પોલીસે  માત્ર નવીન વિરુદ્ધ કાર્યવાહી કરી છે 

(1:22 pm IST)