Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

દેશમાં ગુજરાત નહીં પણ 'સામ્યવાદી' કેરળ સૌથી શ્રેષ્ઠ સુશાસિત રાજ્ય

નવી દિલ્હી તા. ૨૩ : દેશભરમાં 'ગુજરાત મોડેલ'ને આગળ ધરી વડાપ્રધાન બનેલા નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ ગુજરાત દેશમાં સુશાસનમાં પ્રથમ નથી પણ સામ્યવાદી રાજય કેરળ શ્રેષ્ઠ સુશાસનમાં પ્રથમ છે. આ વાત એક અહેવાલમાં બહાર આવી છે.

પબ્લીક અફેર્સ સેન્ટર (પી.એ.સી) નામની થીંક ટેંક દ્વારા પબ્લીક અફેર્સ ઇન્ડેકસ૨-૨૦૧૮ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં દેશભરનાં રાજયોની વહીવટનું મુલ્યાંકન કરવામાં આવ્યુ છે. આ અહેવાલ મુજબ, દેશમાં કેરળ એ સૌથી શ્રેષ્ઠ સુશાસિત રાજય છે જયારે કર્ણાટકા ચોથા નંબરે આવે છે.

બંગલુરુ સ્થિત પી.એ.સીના જણાવ્યુ અનુસાર, ૨૦૧૬થી કેરળ શ્રેષ્ઠ સુશાસિત રાજય તરેક દેશભરમાં પ્રથમ ક્રમે આવ્યુ છે. આ સંસ્થાએ શનિવારે બેંગલુરુમાં અહેવાલ પ્રસિદ્ઘ કર્યો હતો. આ સંસ્થા ૨૦૧૬થી આ પ્રકારનો અહેવાલ પ્રસિદ્ઘ કરે છે. આ અભ્યારમાં તેઓ વિવિધ રાજયોની વહીવટી કરવાની પદ્ઘતિ, સામાજિક-આર્થિક વિકાસની તરાહને ડેટા દ્વારા એનાલિસીસ કરે છે.

અર્થશા સ્ત્રી સેમ્યુએલ પોલ દ્વારા ૧૯૧૪માં પી.એસ.સીની સ્થાપના કરવામાં આવી હતી. આ થીંક ટેંક દેશમાં સુશાસન વધે એ માટે કામ કરે છે. આ અહેવાલ મુજબ, સુશાસનની બાબતમાં કેરળ પછી દેશમાં તમિલનાડુ, તેંલગાણા, કર્ણાટકા અને ગુજરાતનો નંબર આવે છે. જયારે મધ્યપ્રદેશ, ઝારખંડ અને બિહાર સુશાસનની બાબતમાં તળીયે આવે છે. સેમ્યુએ પોલ મેમોરિયલ લેકચર દ્વારા આ દેશમાં બાળકોના અધિકાર વિશે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.પી.એ.સીના ચેરમેન કે. કસ્તુરીરંગને જણાવ્યુ કે, ભારત દેશમાં વસ્તી વધી રહી છે અને એટલા માટે તેણે વિકાસ સામે આવતા પડકારોને જાણવા જરૂરી છે. કસ્તુરીરંગન ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેનના ભૂતપૂર્વ ચેરમેન છે.પબ્લીક અફેર્સ સેન્ટર દ્વારા આ અહેવાલ તૈયાર કરતી વખતે ૧૦ વિગતો ખાસ ધ્યાનમાં રાખવામાં આવી હતી. જેમાં જરૂરી માળખાગત સુવિધાઓ. સામાજિક સુરક્ષા, મહિલાઓ અને બાળકો તથા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી.(૨૧.૧૦)

(12:07 pm IST)