Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાંધાજનક વોટ્સએપ મેસેજ ફોરવર્ડ કરવા બદલ પ મહિનાથી જેલમાં છે યુવક

IT એકટ તથા દેશદ્રોહની કલમ લાગી છે

ભોપાલ તા.૨૩: મ.પ્રદેશના રાજગઢ જિલ્લાનો એક ૨૧ વર્ષનો યુવક કોઇ બીજા દ્વારા ફોરવર્ડ કરાયેલ વોટ્સએપ મેસેજને કારણે છેલ્લા પ મહિનાથી જેલમાં બંધ છે. આરોપી યુવકના પરિવારજનોનું કહેવું છેકે વાંધાજનક મેસેજ ફોરવર્ડ કર્યા બાદ વાસ્તવિક એડમીને ગ્રુપ છોડી દીધું અને પોલીસની કાર્યવાહી વખતે આરોપી એડમીન બની ગયો જેના કારણે તેની વિરૂધ્ધ પગલું લેવાયું છે.

જુનૈદખાનને ૧૪ ફેબ્રુઆરીના રોજ પકડી લેવાયો હતો તેની સામે આઇટી એક સાથે દેશદ્રોહનો કેસ પણ નોંધાયો છે. તે એક વોટ્સએપ ગ્રુપનો સભ્ય હતો જેના એડમીન ઇમરાને વાંધાજનક મેસેજ ફોરવર્ડ કર્યો. સ્થાનિક લોકોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી ત્યારે જુનેૈદ જ ગ્રુપનો એડમીન હતો. વાસ્તવિક એડમીને ગ્રુપ છોડી દીધું હતું. દેશદ્રોહનો કેસ હોવાથી કોર્ટે જામીન પણ નથી આપ્યા. તે પરીક્ષા પણ આપી શકયો નથી. (૧.૧૪)

(12:05 pm IST)