Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

મોબ લિંચિંગ પર શશિ થરૂરે કહ્યું, 'દેશમાં મુસ્લિમોથી વધારે ગાય સુરક્ષિત'

જ્યારથી બીજેપી સત્તામાં આવી ત્યારથી દેશમાં ઘણી બધી જગ્યાએ હિંસા થઇ છે

નવી દિલ્હી તા. ૨૩ : પોતાની બેબાક ટીપ્પણીઓથી ઓળખાતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે આ વખતે મોબ લિંચિંગને લઈને મોટી વાત કહી છે. પોતાના એક લેખમાં તેમને કહ્યું છે કે, આ દેશમાં કોઈ જગ્યા પર તો મુસલમાન થવા કરતાં ગાય થવું સારૂ છે. તેમની ટીપ્પણી પર ભારતીય રાજનીતિમાં ભૂકંપ આવી ગયો છે. હજું થોડા દિવસ પહેલા તેમને ભારતને હિન્દુ પાકિસ્તાન બનાવવાની વાત કરી હતી. ખાસ વાત તે છે કે, થરૂરનો આ વિવાદ તેવા સમયે આવ્યો છે જયારે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્ય કમિટીની બેઠકમાં નેતાઓને વિવાદાસ્પદ નિવેદનથી દૂર રહેવા માટે કડક સૂચના આપી છે.

અંગ્રેજીના એક સમાચાર પત્રના લેખમાં થરૂરે આ ટીપ્પણી કરી છે. તેમને લખ્યું છે કે, ગૃહમંત્રી રાજનાથ સિંહે બીજેપી શાસનમાં મોલ લિંચિંગની ઘટનાઓ વધવાથી ઈન્કાર કર્યો છે અને કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી કહે છે કે દેશમાં પાછલા ૪ વર્ષમાં કોઈ મોટા કોમી રમખાણો થયા નથી. બંને નેતાઓ ખોટા છે.

તેમને લખ્યું છે કે, જયારથી બીજેપી સત્ત્।ામાં આવી છે, હિન્દુત્વનો ઝંડો લઈને ચાલનારી તાકાતોના કારણે દેશમાં ઘણી બધી જગ્યાએ હિંસા થઈ છે. ૨૦૧૪ પછી અત્યાર સુધી અલ્પસંખ્યક વિરોધી હિંસાઓમાં ૩૮૯ લોકો માર્યા જઈ ચૂકયા છે અને સેકન્ડો લોકો ઘાયલ છે.

શશિ થરૂરે લખ્યું છે કે, પાછલા ૮ વર્ષોમાં ગોહત્યાથી સંબંધિત ૭૦ હિંસક ઘટનાઓ થઈ છે, જેમાંથી ૯૭ ટકા એટલે ૭૦માંથી ૬૮ બીજેપી શાસનમાં થઈ છે. આ ઘટનાઓમાં ૨૮ લોકોના મોત થઈ ચૂકયા છે અને ૧૩૬ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાઓમાં ૮૬ ટકા શિકાર મુસ્લિમ લોકો છે. થરૂરે લખ્યું છે કે, ગૌ ભકતોના નિશાન પર માત્ર મુસ્લિમ જ નથી, દલિત પણ તેમનો શિકાર બન્યા છે. તેમને લખ્યું છે કે, ગૃહ મંત્રાલયની રાષ્ટ્રીય ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ની રિપોર્ટ જણાવે છે કે, ૨૦૧૪થી ૨૦૧૬ વચ્ચે દેશભરમાં ૨,૮૮૫ કોમી હુલ્લડો થયા છે.(૨૧.૮)

(10:26 am IST)