Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

વાહ ભૈ વાહ : ૨૦૩૦ સુધીમાં ભારતીય અર્થતંત્ર અમેરિકાને પણ પછાડી દેશે

ડીબીસીએનાં રિપોર્ટ અનુસાર એશિયન અર્થવ્યવસ્થાઓને જીડીપી ઝડપથી વૃધ્ધિ સાથે ૨૦૩૦ સુધીમાં ૨૮ હજાર અબજ ડોલર થઇ જશે

નવી દિલ્હી તા. ૨૩ : ભારત સહિત એશિયાની ૧૦ અર્થવ્યવસ્થા મહત્વની વ્યવર્થસ્થાઓનું સમ્મેલિત વાસ્તવિક જીડીપી ૧૦-૧૨ વર્ષમાં અમેરિકા કરતા પણ વધી જશે.  ડીબીએસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન એશિયાઇ અર્થવ્યવસ્થાઓનું જીડીપી ઝડપી વધારા સાથે ૨૦૩૦ સુધીમાં ૨૮૦૦૦ અબજ ડોલર થઇ જશે. જે અમેરિકાથી વધારે થશે. ડીબીસીએના અનુસાર  આ દસ અર્થવ્યવસ્થાઓમાં ચીન, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા અનુસાર આ દસ અર્થવ્યવસ્થાઓમાં ચીન, હોંગકોંગ, ભારત, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપીન, સિંગાપુર, દક્ષિણ કોરિયા, તાઇવાન અને થાઇલેન્ડનો સમાવેશ થાય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દસ અર્થવ્યવસ્થાઓ ૨૦૩૦ સુધી એટલી ઝડપથી વધશે અને તેનો સંયુકત વાસ્તવીક જીડીપી (૨૦૧૦ના ડોલર મુલ્ય) પર ૨૮,૩૫૦ અબજ ડોલરના બરાબર થશે. આ દરમિયાન અમેરિકાની કુલ જીડીપી વધીને ૨૨,૩૩૦ અબજ ડોલર રહેશે. ડીબીસીએએ કહ્યું કે, અમને આશા છે કે ૨૦૩૦ સુધીમાં એશિયાની દસ મહત્વની અર્થવ્યવસ્થા અમેરિકાને પણ પાછળ છોડી દેશે.

અગાઉ આ જ મહિને આવેલા વર્લ્ડ બેંકના અહેવાલ અનુસાર , ભારત હવે વિશ્વની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચુકી છે.  તેણે આ મુદ્દે ફ્રાંસને પણ પાછળ છોડીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. વર્લ્ડ બેંકના અનુસાર ભારતની GDP  ગત્ત વર્ષના આખરમાં ૨.૫૯૭ ટ્રિલિયન ડોલર (૧૭૮ કરોડ રૂપિયા) રહી હતી.  કેટલાક ત્રિમાસિક મંદી છતા પણ ભારતની અર્થવ્યવસ્થા જુલાઇ ૨૦૧૭થી ફરી મજબુત થવા લાગી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની વસ્તી હાલના સમયે ૧.૩૪ અબજ એટલે કે ૧૩૪ કરોડ છે અને તે વિશ્વની સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ બનવાની દિશામાં અગ્રેસર છે. બીજી તરફ ફ્રાંસની વસ્તી ૬.૭ કરોડ છે.  વર્લ્ડ બેંકના આંકડા અનુસાર ફ્રાંસની પ્રતિ વ્યકિત જીડીપી ભારત કરતા ૨૦ ગણો વધારે છે.

વર્લ્ડબેંક ગ્લોબલ ઇકોનોમિકસ પ્રોસ્પેકટ્સ રિપોર્ટ અનુસાર, નોટબંધી અને જીએસટી બાદ આવેલી મંદીથી ભારતની અર્થવ્યવસ્થા ઉભરી રહી છે.  નોટબંધી અને જીએસટીના કારણે અર્થવ્યવસ્થા થોડી નબળી પડ્યા બાદ  ગત્ત્। વર્ષે મેન્યુફેકચરિંગ અને ગ્રાહક ખર્ચ ભારતીય અર્થવ્યવસ્થાની ઝડપ આપવાનું મુખ્ય કારક રહ્યા. એક દશકમાં ભારતે પોતાના જીડીપીને બમણી કરી દીધી છે અને સંભાવનાઓ વ્યકત કરવામાં આવી રહી છે કે ચીનની અર્થવ્યવસ્થા નબળી પડી શકે છે અને એશિયામાં ભારત મહત્વની શકિત તરીકે ઉભરી શકે છે. આશા વ્યકત કરવામાં આવી છે કે ભારત ૨૦૩૨ સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. (૨૧.૮)

(10:25 am IST)