Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

GSTના નવા દર લાગુ થશે ૨૭ જુલાઇથી : ટીવી - ફ્રીજ સહિત અનેક સામાનો થશે સસ્તા

જીએસટી પરિષદે શનિવારના રોજ સામાન્ય માનવીને રાહત આપતા અનેક જરૂરી ચીજવસ્તુઓ પરથી ટેકસ ઓછો કરી દીધો

નવી દિલ્હી તા. ૨૩ : ચૂંટણીનાં થોડાંક દિવસો પહેલાં સરકારે સામાન્ય માનવીઓને મોટી રાહત આપવાની વાત કરી છે. જીએસટી પરિષદે શનિવારનાં રોજ સામાન્ય માનવીને રાહત આપતા અનેક જરૂરી ચીજવસ્તુઓ પરથી ટેકસ ઓછો કરી દીધો છે. રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને નાના ટેલિવિઝન સહિત અનેક સામાનો પર જીએસટી દર ૨૮ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવેલ છે.

કરનાં દરોમાં કાપ મૂકવા સિવાય જીએસટી પરિષદે અનેક સામાનો પરથી કર સમાપ્ત કરી દીધેલ છે. જેમાં સેનિટરી નેપકીન, રાખડી, ફોર્ટિફાઇડ દૂધ અને પથ્થર, માર્બલ અને લાકડાથી બનેલી મૂર્તિઓ શામેલ છે. દિલ્હીમાં થયેલી બેઠકમાં ડોઢ કરોડથી ઓછું ટર્નઓવરવાળા અંદાજે ૮૦ લાખ વેપારીઓને મોટી રાહત આપવામાં આવેલ છે.

આવાં કરદાતા હવે કરની ચૂકવણી તો દર માસે કરશે પરંતુ આને ત્રિમાસિક રિટર્ન દાખલ કરવાની સુવિધા હશે. આવાં કરદાતાઓની સંખ્યા કુલ કરદાતાઓનાં ૯૩ ટકા છે. આને નાનાં ડીલરોથી કુલ આવકનાં ૧૬ ટકાની પ્રાપ્તિ થાય છે.

સૈનેટરી પેડ, પૌષ્ટિક તત્વ મિશ્રિત દૂધ, રાખડી, હસ્તકલાનાં નાના સામાનો, પથ્થર, લકડી, સંગેમરમરની મૂર્તિઓ, ફુલઝાડું તેમજ ભારત સરકાર દ્વારા રજૂ થનારા સિક્કાઓ.

મખમલનાં કપડાંઓ, હેન્ડલૂમ ગેપ, ફર્ટિલાઇઝરમાં ઉપયોગ થનારા ફોસ્ફેરિક એસિડ, વણેલી ટોપી અને ૧ હજારથી ઓછી કિંમતવાળી ટોપી તેમજ હાથથી બનેલ કાર્પેટ અને ફીટ પ્રિન્ટેડ કપડાં.

વાંસથી બનેલ ફર્શ, પીત્તલવાળું કેરોસીન સ્ટવ, હસ્તશિલ્પથી બનેલ સામાન, હાથથી ચાલનાર રબર રોલર, જિપર, કાચ, સ્ટોન આર્ટ, પીત્તલ, લોખંડ, હેન્ડીક્રાફટ લૈંપ, પ્રાકૃતિક ગમથી બનેલ સામાન, પેઇન્ટીંગવાળી લાકડીની ફ્રેમ, ફોટોગ્રાફ, તાંબુ અને એલ્યુમિનિયમથી બનેલ કલાકૃતિઓ.

એક હજાર રૂપિયાની કિંમતથી લઇને બૂટ-ચપ્પલ, એથેનોલ, સોલિડ બાયો ફયૂલ.

પરફયૂમ, સૌંદર્ય પ્રસાધન, ટોયલેટનો સામાન, નાનું ટીવી, પાણી ગરમ કરવાવાળું હીટર, વીજળીથી ચાલવાવાળી ઇ સ્ત્રી મશીન, રેફ્રિજરેટર, લિથિયમ આયન બેટરી, મિક્ષર ગ્રાઇન્ડર, વાળ સુકવનાર ઉપકરણ, દાઢી બનાવવાનું મશીન, વેકયૂમ કલીનર, વોટર કૂલર, દૂધનો ચિલિંગ પ્લાન્ટ, કોંક્રીટ મિક્ષર લોરી, જયૂસ નીકાળનારું મશીન, આગથી બચાવનાર વાહન.

સેવા ક્ષેત્રનાં એકમોની સુવિધાને માટે પણ કેટલાંક નિર્ણયો લેવામાં આવ્યાં છે. હોટલોનાં રૂમો પર હવે જીએસટી તેઓનાં દ્વારા જાહેર કરાયેલ ભાડાંની જગ્યાએ હવે વાસ્તવિક રૂપથી વસૂલવામાં આવેલ ભાડાં પર લાગશે.

અત્યારે ૭,૫૦૦ રૂપિયાથી અધિક રૂમો પર ૨૮ ટકા અને ૨,૫૦૦થી લઇને ૭,૫૦૦ રૂપિયાની વચ્ચેનાં રૂમો પર ૧૮ ટકા અને ૧,૦૦૦થી લઇને ૨,૫૦૦ રૂપિયાની વચ્ચેનાં દરોનાં રૂમો પર ૧૨ ટકાનાં દરે લગાવવામાં આવે છે. આ જ પ્રકારે ઇ-બુકની આપૂર્તિ પર પણ ટેકસનો દર ૧૮ ટકાથી ઘટાડીને ૫ ટકા કરી દેવામાં આવેલ છે.(૨૧.૫)

 

(10:31 am IST)