Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

જેઓને શરિયતની આવશ્યકતા હોય તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય:સાંસદ સાક્ષી મહારાજ

ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને દેશની વ્યવસ્થા બંધારણથી ચાલશે

નવી દિલ્હી : પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા ભાજપના નેતા અને ઉન્નાવના સાંસદ સાક્ષી મહારાજે શરીઅતને લઈને પત્રકારો સાથે વાતચીતમાં મોટું નિવેદન અપાતા કહ્યું હતું કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે અને દેશની વ્યવસ્થા બંધારણ દ્વારા ચાલશે એટલાં માટે જેઓને શરિયતની આવશ્યકતા હોય તેઓ પાકિસ્તાન ચાલ્યા જાય

  સાક્ષી મહારાજે વધુમાં કહ્યું કે આ દેશમાં શરિયતની કોઈ આવશ્યકતા નથી જે લોકોને ભારતીય બંધારણમાં ભરોષો નથી તેઓને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા દેશના દરેક જિલ્લામાં શરિયત કોર્ટની રચના કરવા અંગે ચર્ચા છેડાયા બાદ આ મુદ્દે ખુબ જ વિવાદ થયો છે

    અત્રે ઉલ્લેખનીય છે કે સાક્ષી મહારાજે ડેરા સચ્ચા સૌદાના રામ રહીમને દોષી સાબિત થયા બાદ કહ્યું હતું કે કોર્ટે કરોડો ભક્તોની વાત સાંભળી નથી માત્ર ફરિયાદીની વાત સાંભળી છે ભાજપના સાંસદને સીધે સીધો કોર્ટના ચુકાદા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે એક ફરીઅતડી સાચો છે કે કરોડો ભક્ત ! સાક્ષી મહારાજે એમ પણ કહ્યું હતું કે કોર્ટે સીધાસાદા રામરહીમને બોલાવી લીધો નુકશાન માટે કોર્ટ પણ જવાબદાર છે

 

(9:15 am IST)