Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

લોકસભા ચૂંટણીમાં ચિદમ્બરમે બતાવી જીતની ફોર્મ્યુલા : 12 રાજ્યોમાં 150 બેઠક હાંસલ કરવા રણનીતિ

નવી દિલ્હી :રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પહેલીવાર મળેલ કોંગ્રેસ કાર્યસમિતિની બેઠકમાં 2019 લોકસભા ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા થઇ હતી આ બેઠકમાં સોનિયા ગાંધી સહિતના તમામ નેતાઓએ ભાજપ વિરુદ્ધ મહા ગઠબંધન બનાવવા સહમતી બતાવી હતી જયારે પી,ચિદમ્બરમે લોકસભા ચૂંટણીની જીત માટે ફોર્મ્યુલા બતાવી હતી

   પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમે વિપક્ષી એકતાના સહારે સતા વાપસીના સંકેત આપ્યા હતા સૂત્રો ઉજબ પોતાના પ્રેઝેન્ટેશનમાં ચિદમ્બરમે કહ્યું કે 12 રાજ્યોમાં પાર્ટીની સ્થિતિ મજબૂત છે જ્યાં સારું પરિણામ મળી શકે છે આ રાજ્યોમાં અંદાજે 150 સીટ હાંસલ કરવાનું ચિદમ્બમરે અનુમાન લગાવ્યું હતું

   12 રાજ્યો ઉપરાંત કોંગ્રેસની સ્થિતિ યોગ્ય નથી મનાતી ત્યાં સહયોગી પક્ષો સાથે મહા ગઠબંધન કરીને સારા પરિણામ મેળવવાની આશા છે

(12:00 am IST)