Gujarati News

Gujarati News

News of Saturday, 23rd June 2018

પ્રખ્યાત હરિયાણવી લોક કલાકાર સપના ચૌધરી હવે રાજનીતિમાં ધમાલ મચાવશે :કોંગ્રેસ માટે પ્રચાર કરશે

પ્રખ્યાત હરિયાણવી લોક કલાકાર સપના ચૌધરી સ્ટેજ પર ધુમ મચાવ્યા બાદ હવે રાજનીતિમાં પણ ધમાલ મચાવવા સજ્જ બની છે સપના ચૌધરી કોંગ્રેસ માટે પ્રચાર કરવા માંગે છે સપના દિલ્હી ખાતે કોંગ્રેસ મુખ્યમથક પહોંચી અને ત્યાં નેતાઓ સાથે મુલાકાત કરી હતી  કોંગ્રેસ મુખ્યમથક પહોંચેલી સપનાએ જણાવ્યું કે, તે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીથી ખુબ જ પ્રભાવિત છે અને આગામી સમયમાં તે પાર્ટી માટે પ્રચાર કરી શકે છે. 

 કોંગ્રેસ મુખ્યમથક પહોંચ્યા બાદ સપનાએ પત્રકારોને કહ્યું કે, મને સોનિયાજી, રાહુલજી અને પ્રિયંકાજી ખુબ જ ગમે છે. હું તેમને મળવા માટે આવી હતી પરંતુ તેમને નહોતી મળી શકી. આગામી સમયમાં હું તેમને જરૂર મળીશ. તેમ પુછવામાં આવતા કે કોંગ્રેસમાં સમાવિષ્ઠ થશે તો તેમણે કહ્યું કે, હું રાજનીતિમાં નહી આવું. હું પાર્ટી માટે પ્રચાર કરી શકું છું.

 કોંગ્રેસનાં એક પદાધિકારીએ કહ્યું કે, સપના ચૌધરીએ પાર્ટીનાં કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે મુલાકાત કરી છે. તેઓ કોંગ્રેસથી પ્રભાવિત છે અને ખાસ કરીને હરિયાણામાં પાર્ટી વધતા ગ્રાફને તે પણ અનુભવી રહ્યા છે. પાર્ટી સુત્રોના અનુસાર સપના ચૌધરીને હરિયાણામાં કોંગ્રેસનાં ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

(12:46 pm IST)