Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

ભારતીય - અમેરીકન પિતાએ ગે પુત્રના લગ્નનો કર્યો સ્વીકાર !

જાણ્યું ત્યારે તેનો શ્રેષ્ઠ ઇલાજ કરવા નક્કી કર્યુ પરંતુ...

યુએસ, તા., ર૩: પોતાના ગે પુત્રના લગ્ન વેળાએ ભાવુક સ્પીચ આપતા ઇન્ડીયન-અમેરીકન પિતાનો વિડીયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થયો છે.  આ વિડીયોમાં પિતા યાદ અપાવે છે કે કેવી રીતે તેમનો પુત્ર હાઇસ્કુલમાં સમલેંગીક તરીકે બહાર આવ્યો હતો. સેન્ટ્રલ ટેકસાસના રહેવાસી એસ.વિજય મહેતાએ તેમના પુત્ર પરાગ મહેતાને ઉછેર્યો હતો અને તેના વૈભવ જૈન સાથેના લગ્ન સુધીની યાત્રા વિષે ભાવુક બની વાતો કરી હતી.

ર૭ માર્ચ શુક્રવારે રાત્રે ૪.રપ પીએમના પુત્ર પરાગે નાની સ્પીચ આપી હતી કે ' ડેડ એન્ડ મોમ હું ગે છું, ૧૦ વર્ષનો હતો ત્યારથી આ બાબત જાણુ છું!'

ડો.મહેતાએ જણાવ્યું કે તેમણે જીવનના શ્રેષ્ઠ સમયથી લઇને સૌથી ખરાબ સમય વિતાવ્યો છે. મહેતાએ સ્વીકાર્યુ કે તેઓ એક હોમોફોબીક વ્યકિત છે. પુત્રની બાબત જાણીને તેમણે દેશમાં સર્વશ્રેષ્ઠ સારવાર કેન્દ્ર શોધવાનું નકકી કર્યુ હતું. સમલેંગીકતાનો ઉપાય શોધવા  પ્રયત્ન કરી રહયા હતા તે દરમ્યાન તબીબી લાઇબ્રેરીમાં તેમને જવાબ મળ્યો કે આનો ઇલાજ નથી કારણ કે તે કોઇ ખામી કે રોગ નથી. તે ક્ષણે જ મેં મારી જાતને પ્રશ્ન પુછયો કે ૪.૩૧ વાગ્યે મારા દિકરા ઉપર જેટલો પ્રેમ હતો તેટલો જ પ્રેમ હજુ આ ક્ષણે હું તેને કરૂ છું? તેનો જવાબ 'હા'માં આવ્યો હતો. તેમના ગે દિકરા માટે પિતાએ ટોસ્ટ કર્યો તે ઘણાને ગમ્યું અને નેટ ઉપર તેમની વાર્તા શેર કરી હતી.

વિડીયો સંદર્ભે આવેલા પ્રતિભાવોમાં 'ભારતીય પિતાએ આટલુ સ્વીકાર્યુ હોય તે દુર્લભ છે, તેમનો નિર્ણય આવકારૂ છું,' આખા વિશ્વની સામે ખુલ્લેઆમ સ્વીકારવું ઘણું સારૂ લાગે છે. મારો પુત્ર ભાગ્યશાળી, બુધ્ધિશાળી, રમુજી છે. તે જેવો છે તેવો તેના મિત્રો માટે સ્વીકાર્ય છે.

(3:27 pm IST)