Gujarati News

Gujarati News

News of Saturday, 23rd May 2020

માનવ પરિક્ષણ પણ સફળ?

ચીને બનાવી લીધી વેકસીન ?

પ્રારંભિક ટ્રાયલમાં આશાસ્પદ પરિણામ મળ્યા

પેઇચિંગ, તા.૨૩: કોરોના વાયરસ સામે લડતા વિશ્વ માટે સારા સમાચાર છે. ચાઇનાની કોરોના વાયરસ રસી ખ્ફુ૫ નું ૧૦૮ સ્વયંસેવકો પર પરીક્ષણ હવે પૂર્ણ થયું છે. નિષ્ણાતોએ કહ્યું કે, આ રસીએ વ્યકિતઓની અંદર રોગપ્રતિકારક શકિતમાં નોંધપાત્ર વધારો કર્યો છે પરંતુ તે કોવિડ -૧૯ વાયરસને સંપૂર્ણપણે નાબૂદ કરી શકી નથી. જોકે દર્દીઓમાં એન્ટિબોડીઝની હાજરી એ સારી નિશાની છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે પરીક્ષણ દ્વારા સાબિત થયું છે કે આ ચીની રસી ચેપને રોકી શકે છે, જોકે આ રસી ૧૦૦ ટકા સફળ છે તે કહેવું વહેલં કહેવાશે. ચીનની આ રસીને કેસિનો દ્વારા બનાવવામાં આવી છે. આ રસીનો પ્રયોગ વર્ષની શરૂઆતમાં શરૂ થયો હતો. આ કંપનીએ યુકેની ઓકસફર્ડ યુનિવર્સિટી અને યુએસની મોડેર્ના કરતા દ્યણા સમય પહેલા પોતાના પ્રયોગ શરું કર્યા હતા.

પરીક્ષણ દરમિયાન, એવું જાણવા મળ્યું કે રસીના મોટાભાગના ડોઝથી રોગપ્રતિકારક શકિત મજબૂત થઈ પરંતુ એન્ટિબોડીઝનું સ્તર એટલું નથી જેનાથી વાયરસ સંપૂર્ણ રીતે દૂર થઈ શકે. વૈજ્ઞાનિકોએ શોધ્યું કે રસીના કારણે ટી કોષ મજબૂત બન્યા જે વાયરસને ચેપથી બચાવી શકે છે. જો કે, રસીની કેટલીક આડઅસરો પણ જોવા મળી છે. દર્દીઓને શરીરની અંદર પીડા, સ્નાયુઓમાં દુખાવો અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યો હતા. પરંતુ આ લક્ષણો ૨૮ દિવસની અંદર ઓછા થઈ ગયા છે. કોઈ પણ દર્દીમાં ગંભીર અથવા જીવલેણ લક્ષણો જોવા મળ્યા નથી.

ડેઇલીમેલના અહેવાલ મુજબ, ચીનની કોરોના વાયરસ રસીમાં ખ્ફુ૫ દુનિયામાં કોરોના વાયરસ રસી માટે ચાલી રહેલા પ્રયોગમાં સૌથી આગળ છે. જો કે, અમેરિકા ચીનની રસીનો ઉપયોગ કરશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી થયું. નિષ્ણાતોના મતે, ચાઇનીઝ રસીના પરિક્ષણ દરમિયાન તમામ ત્રણેય પરીક્ષણ જૂથોમાં કોરોના વાયરસ સામે લડવાના એન્ટિબોડીઝ વિકસિત થયા જોવા મળ્યા હતા.

નિષ્ણાંતો કહે છે કે આ રસીને કારગર સાબિત કરવા માટે વધુ સંશોધનની જરૂરી છે. જોકે આ સંપૂર્ણ પરીક્ષણ દરમિયાન સારી બાબત એ હતી કે જેમના પર આ પ્રયોગ કરવામાં આવ્યો હતો તે કોઈપણ વ્યકિતમાં વિશેષ આડઅસર જોવા મળી ન હતી. ડોકટરોએ કહ્યું કે આ ખૂબ જ સારા સંકેત છે.

(3:03 pm IST)
  • અમદાવાદ કન્ટ્રોલરૂમના ૮ પોલીસ કર્મચારીને એકસાથે કોરોના વળગ્યો : પોલીસ માટે ચોંકાવનારા અહેવાલો : શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં ચિંતાની લાગણી પ્રસરી : એક જ શિફટમાં આ આઠે આઠ પોલીસો કામ કરતા હતા access_time 12:39 pm IST

  • લોકડાઉન દરમ્યાન મૂકેશ અંબાણીએ એકઠા કર્યા રૂ. ૬૪૦૦૦ કરોડ : દેશવ્યાપી લોકડાઉન દરમ્યાન એશિયાના સૌથી શ્રીમંત વ્યકિત મુકેશ અંબાણીએ એવું કરી બતાડયું જે અંગે વિશ્વના ટોચના ઉદ્યોગપતિઓ પણ વિચારી ન શકે : લોકડાઉનના ૧ માસમાં તેમણે ૧૦ અબજ ડોલર એટલે કે ૬૪૦૦૦ કરોડ રૂપિયા મેળવ્યા છે આ રકમ તેમણે જિયોપ્લેટફોર્મ માટે મેળવ્યા છે : સર્વત્ર કામકાજ ઠપ્પ હતું ત્યારે તેમણે આ કામ નિપટાવ્યું : અમેરિકી કંપની કેકેઆર એન્ડ કંપનીએ જિયોમાં ૧૧૩.૭ અબજ રૂપિયા રોકવા જણાવ્યું છે તે ર.૩ ટકા હિસ્સેદારી ખરીદી રહ્યું છે : અંબાણીએ માર્ચ સુધીમાં રિલાયન્સને દેવામાંથી મુકત કરવાની જાહેરાત કરી છે access_time 3:25 pm IST

  • ૪થી જુન આસપાસ કેરળમાં જોરદાર ચોમાસુ બેસી જશેઃ ઇન્ડિયન મોન્સુનના ખાનગી ટવીટર હેન્ડલ ઉપર કહ્યું છે કે તમામ મોડલો એવો નિર્દેશ આપે છે કે ૪થી જુન આસપાસ કેરાલા ઉપર જોરદાર ચોમાસુ બેસી જશે. અરબી સમુદ્રમાં ડીપ્રેશન-હવાનું દબાણ સર્જાય તેવી શકયતા છે જે યમન તરફ આગળ વધી જવા સંભાવના છે જો કે તેને લીધે કેરળમાં વરસાદ આવશે access_time 10:26 am IST